90 વર્ષનાં આ દાદીમા છે વિશ્વના સૌથી વૃદ્ધ ગેમિંગ યુટ્યુબર

Published: May 21, 2020, 09:37 IST | Gujarati Mid-day Correspondent | Japan

જપાનનાં 90 વર્ષનાં હમાકો કોરીને વિડિયો ગેમ્સ રમવાનો જબરો શોખ છે. 39 વર્ષ પહેલાં બાળકોને વિડિયો ગેમ્સ રમતાં જોઈ-જોઈને આ માજીને પણ વિડિયો ગેમ્સ રમવાની લત લાગી હતી.

આ દાદીમા છે વિશ્વના સૌથી વૃદ્ધ ગેમિંગ યુટ્યુબર
આ દાદીમા છે વિશ્વના સૌથી વૃદ્ધ ગેમિંગ યુટ્યુબર

જપાનનાં 90 વર્ષનાં હમાકો કોરીને વિડિયો ગેમ્સ રમવાનો જબરો શોખ છે. 39 વર્ષ પહેલાં બાળકોને વિડિયો ગેમ્સ રમતાં જોઈ-જોઈને આ માજીને પણ વિડિયો ગેમ્સ રમવાની લત લાગી હતી. તેમને ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સ તરફથી ઓલ્ડેસ્ટ ગેમિંગ યુટ્યુબરનો ઇલકાબ આપવામાં આવ્યો છે. હમાકો મોરીનું કહેવું છે કે ‘વિડિયો ગેમ્સ રમવામાં કેવી મોજ પડે છે એ હું બાળકોને રમતાં જોઈને સમજી હતી. હવે બાળકો એકલાં વિડિયો ગેમ્સ રમે એ ચાલે? હું પણ વિડિયો ગેમ્સ રમું તો વધારે મજા આવશે એવો વિચાર કરીને મેં રમવાનું શરૂ કર્યું હતું. એથી મેં કોઈ જોતું ન હોય એમ ચોરીછૂપીથી રમવાનું શરૂ કર્યું. હવે આયુષ્ય આટલું લાંબું ચાલ્યું છે ત્યારે મને લાગે છે કે વિડિયો ગેમ્સ રમવાનો શોખ કેળવવાનું પગલું યોગ્ય હતું. સતત રમતમાં વ્યસ્ત રહેવાને કારણે જીવન કેટલું સોહામણું લાગે છે!’

હમાકો મોરીએ તેમની પહેલી ગેમ ગેમિંગ કૉન્સોલ કૅસેટ વિઝન ખરીદીને તેમનો શોખ પોષવાનું શરૂ કર્યું હતું. આજે એ ઘટનાને ચાર દાયકા પૂરા થવાની તૈયારી છે ત્યારે મોરી દાદીમા પ્લે સ્ટેશન-4 રમે છે અને તેમના 1.50 લાખ યુટ્યુબર સબસ્ક્રાઇબર્સને વિડિયોઝ શૅર કરે છે. ગ્રૅન્ડ થેફ્ટ ઑટો-5 તેમની ફેવરિટ ગેમ છે, કારણ કે એ ગેમ રમવામાં ઉંમરની મર્યાદા બાંધવામાં આવી છે. એ ગેમ બાળકો રમી શકતાં નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK