જન્મથી પુરુષ એવા ડૉ. જેસનૂર દયારાએ લિંગ પરિવર્તનની સર્જરી કરાવતાં પહેલાં સોમવારે તેમના સીમેન (વીર્ય)ની ચાર વાયલ્સ થિજાવીને સંગ્રહિત કરવા માટે ક્રાયોપ્રિઝર્વ કરાવ્યું હતું. સેક્સ-ચેન્જની સર્જરી કરાવીને તેઓ તેમના જ સીમેન થકી જન્મેલા સંતાનની માતા બનીને ઉછેર કરશે. તેમનું સીમેન આણંદના એક ફર્ટિલિટી સેન્ટર ખાતે પ્રિઝર્વ કરવામાં આવ્યું છે.
૨૫ વર્ષના દયારા ગુજરાતનાં પ્રથમ ટ્રાન્સવુમન ડૉક્ટર બનશે. મહિલાની માફક સાડી પહેરવી, લિપસ્ટિક લગાવવી તેમને ગમતી પણ પરિવારની બીકે તેઓ તેમની ઇચ્છા દબાવી રાખતા. પરંતુ એમબીબીએસના અભ્યાસ માટે રશિયા જવા દરમ્યાન તેમનામાં મહિલાની માફક જીવવાની હિંમત આવી. ધીમે-ધીમે તેમને પરિવાર અને સમાજનો સહયોગ પણ સાંપડ્યો.
હાલમાં મેડિકલ પ્રૅક્ટિસ શરૂ કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા દયારા પરીક્ષા પૂર્ણ થયા બાદ વર્ષના અંતે સેક્સ-ચેન્જ સર્જરી કરાવશે.
માતા બનવા માટે તેઓ સરોગસીનો વિકલ્પ અપનાવશે.
દયારાનાં સીમેન સૅમ્પલ જ્યાં પ્રિઝર્વ કરવામાં આવ્યાં છે એ ક્લિનિકનાં ડૉક્ટર નયના પટેલે જણાવ્યું હતું કે ‘માતૃત્વની ભાવિ યોજના માટે સીમેન સૅમ્પલ પ્રિઝર્વ કરવા માટે કોઈ ટ્રાન્સવુમને અમારો સંપર્ક કર્યો હોવાનો આ પ્રથમ બનાવ છે.’
ભારતીય ક્રિકેટનું પાવરહાઉસ બની રહ્યું છે ગુજરાત
28th February, 2021 12:28 ISTગુજરાતમાં આજે જિલ્લા અને તાલુકા પંચાયત તેમ જ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે મતદાન
28th February, 2021 11:45 ISTમહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું
28th February, 2021 11:30 ISTGujarat: સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, આટલા આપવા પડશે
27th February, 2021 17:50 IST