લ્યો બોલો, ટાઇ સાથે માસ્કનું મૅચિંગ
ટાઇ સાથે માસ્કનું મૅચિંગ
કોરોના વાઇરસના પ્રસારને કારણે વિશ્વભરમાં માસ્ક હવે રોજના પહેરવેશમાં વણાઈ ચૂક્યો છે. અવનવી ડિઝાઇનના માસ્ક સાથે લોકો સુરક્ષા સાથે ફૅશનનું પણ ધ્યાન રાખવા માંડ્યા છે. ફૅશનમાં હવે પુરુષો ટાઇ અને માસ્કનું મૅચિંગ કરવા લાગ્યા છે. ટ્વિટર પર એક છોકરીએ તેના પપ્પાની કેટલીક તસવીરો મૂકી છે જેમાં મસ્ત મૅચિંગ ટાઇ-માસ્ક જોવા મળી રહ્યાં છે. સોશ્યલ મીડિયા-યુઝર્સ પણ આ નવી ફૅશન પર ફિદા ફિદા છે. એને ખૂબ લાઇક્સ મળતી હોવાથી છોકરીએ પોતાના ડૅડી કૂલની કેટલીક વિડિયો-ક્લિપ્સ પણ મૂકી છે એ પણ લોકોને ઘણી ગમી રહી છે.