Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગેમ-શોમાં ફોન અ ફ્રેન્ડમાં પત્નીને ફોન લગાડ્યો અને અન્ય પુરુષે ઉપાડ્યો

ગેમ-શોમાં ફોન અ ફ્રેન્ડમાં પત્નીને ફોન લગાડ્યો અને અન્ય પુરુષે ઉપાડ્યો

13 September, 2020 07:42 AM IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગેમ-શોમાં ફોન અ ફ્રેન્ડમાં પત્નીને ફોન લગાડ્યો અને અન્ય પુરુષે ઉપાડ્યો

ગેમ-શો ‘હુ વૉન્ટ્સ ટુ બી અ મિલ્યનેર’

ગેમ-શો ‘હુ વૉન્ટ્સ ટુ બી અ મિલ્યનેર’


અમિતાભ બચ્ચનનો ‘કૌન બનેગા કરોડપતિ’ શો જે મૂળ બ્રિટિશ આઇટીવી ચૅનલ પરથી બન્યો છે એ ગેમ-શો ‘હુ વૉન્ટ્સ ટુ બી અ મિલ્યનેર’ પણ એટલો જ લોકપ્રિય છે. તાજેતરમાં એક સ્પર્ધકે હોસ્ટના સવાલનો જવાબ આપવા માટે ફોન અ ફ્રેન્ડનો વિકલ્પ પસંદ કર્યો ત્યારે હોસ્ટ અને દર્શકોને જબરી ગમ્મત પડી હતી. પહેલી વખત પત્નીને બદલે કોઈ પુરુષે ફોન ઉપાડ્યો ત્યારે હાસ્ય સહિત આશ્ચર્યનું મોજું ફરી વળ્યું હતું.

જે. પી. હૉગન નામના શિક્ષક એ ગેમ-શોમાં સ્પર્ધક હતા. હોસ્ટ જેરેમી ક્લાર્ક્સને ૧૬,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૧૫ લાખ રૂપિયા) માટે સવાલ પૂછ્યો કે જર્મનીમાં કયો દિવસ વીક-એન્ડનો હિસ્સો હોય છે? એ - ડોનર્સ્ટેગ, બી - મિતોવ્ચ, સી - સૉન્ટેગ અને ડી - ડિયૅન્સ્ટૅગ. જે. પી. હૉગને એ સવાલનો જવાબ આપવા માટે ફોન અ ફ્રેન્ડનો વિકલ્પ પસંદ કરતાં પત્ની એલિઝાબેથને ફોન લગાડવા જણાવ્યું હતું. હૉગને કહ્યું કે ‘મારી પત્નીનાં આન્ટી જર્મનીમાં રહ્યાં હોવાથી તે કેટલીક વખત ત્યાં જઈ આવી છે એથી તેને ખબર હશે. ‘પહેલી વખત ફોનની ઘંટડી વાગતાં કોઈ પુરુષે રિસીવ કર્યો હતો. ફોન પર સામે પુરુષનો અવાજ સાંભળીને ક્ષણવાર માટે હોસ્ટ તથા સ્પર્ધકને શું બોલવું એ સમજાતું નહોતું. જોકે હોસ્ટ જેરેમીએ હસતા લોકોને રોકવા અને વાત વાળી લેવા માટે કહ્યું કે ‘મિત્રો શાંત થાઓ, આ નિર્દોષ ઘટના હોઈ શકે છે. બીજી વખત ફોન કરતાં એ એલિઝાબેથે રિસીવ કર્યો હતો. એ વખતે જેરેમીએ પૂછ્યું કે ત્યાં તમારી આસપાસ કોઈ બેઠું છે? એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં નેટિઝન્સે કમેન્ટ્સમાં ઘણી મોજમસ્તી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2020 07:42 AM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK