અડધા સેવાયેલા ઈંડામાંથી બચ્ચું કાઢીને એને ઉછેરીને પોપટ બનાવ્યું
ઈંડામાંથી બચ્ચું કાઢીને એને ઉછેરીને પોપટ બનાવ્યું
સોશ્યલ મીડિયા પર એક વિડિયો મુકાયો છે જેમાં માદા પોપટ મૃત્યુ પામ્યા પછી એના અડધા સેવાયેલા ઇંડામાંથી અધકચરી અવસ્થામાં બચ્ચું બહાર કાઢીને એને ઉછેરવાની ઘટના દર્શાવાઈ છે. આ વિડિયો જોઈને ભલભલાની આંખો ભીની થઈ જાય છે. ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસ (IFS)ના અધિકારી પરવીન કાસવાને સોશ્યલ મીડિયા પર શૅર કરેલા વિડિયોમાં જીવદયા અને પશુ-પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ કેવો હોય એનું વધુ એક લાગણીસભર ઉદાહરણ આપવામાં આવ્યું છે. વિડિયોમાં એક વ્યક્તિ પોપટની પાંખો ફૂટી ન હોય એ સ્થિતિના અર્ધવિકસિત બચ્ચાને ઇંડામાંથી બહાર કાઢતો જોવા મળે છે. અંગૂઠાથી પણ નાની સાઇઝનું બચ્ચું હતું ત્યારથી એને લિક્વિડ આપીને એને પોષ્યું. સતત અનુકૂળ પોષક પ્રવાહી ખોરાક આપીને ઉછેરાતું જોવા મળે છે. વિડિયોના અંતે પૂર્ણવિકસિત પોપટ જોવા મળે છે, જે દાણા ચણતો હોય છે.