૨૦ વર્ષથી દર એકાંતરે દિવસે આ ભાઈ ખાય છે મૅક્ડોમનલ્ડ્સના બર્ગર
ડેવિડ ગેયર
જર્મનીના બર્ગહૅમનો રહેવાસી ડેવિડ ગેયર મૅક્ડોનલ્ડ્સનો દીવાનો છે. છેલ્લાં ૨૦ વર્ષથી તે સતત દર બીજા દિવસે ભોજનમાં મૅક્ડોનલ્ડ્સની આઇટમ મગાવે છે. જો ગણતરી મૂકવામાં આવે તો અત્યાર સુધીમાં ભાઈસાહેબ ૪૩૬૦ બર્ગર ખાઈ ચૂક્યા છે. જોકે તે ક્યારેય એકનું એક મેન્યૂ રિપીટ નથી કરતો.
ટ્રેઇનર, વસ્ત્રો અને મોજાં જેવી મૅક્ડોનલ્ડ્સની ચીજો ખરીદવા પાછળ અત્યાર સુધીમાં તેણે લગભગ ૪.૪૩ લાખ રૂપિયા ખર્ચ્યા છે. આ ઉપરાંત તેણે પોતાના પગ પર બર્ગરનું ટૅટૂ પણ કરાવ્યું છે. આ ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં પ્રત્યેનો તેનો પ્રેમ એટલો છે કે તે દરરોજ પોતાની પાસે મૅક્ડોનલ્ડ્સનું મેન્યૂ રાખે છે અને તેના લિવિંગરૂમની દીવાલ પર મૅક્ડોનલ્ડ્સની કામચલાઉ નિશાની પણ છે.