ટૉલ-ટૅક્સથી બચવા નંબર પ્લેટ પર મુખ્ય પ્રધાનનું નામ લખ્યું
કાર
આપણે ત્યાં હજીયે મોટા નેતાઓ અને વગદાર લોકોનું નામ આપીને ટૅક્સ કે દંડ ભરવામાંથી છૂટ મેળવી લેવાની માનસિકતા જોરમાં છે. આન્ધ્ર પ્રદેશમાં એક વ્યક્તિએ ટોલ ટૅક્સ અને ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી બચવા માટે કારની નંબર પ્લેટને જ રિપ્લેસ કરી નાખી હતી. એને બદલે ભાઈસાહેબે મુખ્ય પ્રધાન જગનનું નામ જ પ્લેટ પર અંકાવી દીધું હતું.
આ પણ વાંચો : સાપને જીભડી બતાડી તો સાપે જીભ જ ખેંચી લીધી
ADVERTISEMENT
પૂર્વ ગોદાવરી જિલ્લાના એમ હરિ રાકેશ નામના ભાઈએ પોતાની કારની આગળ કે પાછળની નંબરપ્લેટ પર કારનો નંબર છાપવાને બદલે મુખ્યમંત્રીનું નામ લખ્યું હતું. એને કારણે હૈદરાબાદ પોલીસે તેની કાર જપ્ત કરીને માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.