અઢી કરોડમાં વેચાયેલાં બાપુનાં ચશ્માં ન વેચાય તો નિકાલ કરવાનું કહેલું સેલરે

Published: 24th August, 2020 07:48 IST | Gujarati Mid-day Correspondent | UK

અઢી કરોડમાં વેચાયેલા બાપુનાં ચશ્માં ન વેચાય તો નિકાલ કરવાનું કહેલુ સેલરે

બાપુનાં ચશ્માં
બાપુનાં ચશ્માં

મહાત્મા ગાંધીજીનાં મનાતાં ચશ્માં બ્રિટનના ઈસ્ટ બ્રિસ્ટલ ઑક્શન્સમાં 2.55 કરોડ રૂપિયાની કિંમતે વેચાયાં હતાં. ગોલ્ડ પ્લેટેડ ચશ્માં ગાંધીજીનાં હોવાનું મનાય છે. ઈસ્ટ બ્રિસ્ટલ ઑક્શન્સના અધિકારીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘અમને અમારા લેટરબૉક્સમાંથી એ ચશ્માં મળ્યાં હતાં. ગાંધી બાપુએ જ એ ચશ્માં તેમનાં સગાંને આપ્યાં હોવાનો દાવો ચશ્માં આપનાર વ્યક્તિએ કર્યો હતો. એ સગા ૧૯૧૦થી ૧૯૩૦ના ગાળામાં સાઉથ આફ્રિકા ખાતે બ્રિટિશ પેટ્રોલિયમની ઑફિસમાં નોકરી કરતા હતા. એ વખતે ગાંધીજીએ તેમને એ ચશ્માં ભેટમાં આપ્યાં હોવાનો દાવો ચશ્માં આપનાર વ્યક્તિએ કર્યો હતો.’
ઈસ્ટ બ્રિસ્ટલ ઑક્શન્સના અધિકારી એન્ડી સ્ટોવે જણાવ્યું હતું કે ‘એ ચશ્માંએ બધા વિક્રમો તોડ્યા છે. ચશ્માં આપનારે તો જણાવ્યું હતું કે તમને જો આ ચશ્માં વેચવા લાયક ન જણાતાં હોય તો તમને ઠીક લાગે એ રીતે એનો નિકાલ કરી શકો છો. સાઉથ ગ્લુસ્ટરશરના મૅન્ગોટ્સફિલ્ડના રહેવાસી વૃદ્ધ વ્યક્તિએ એ ગોલ્ડ પ્લેટેડ ચશ્માં ૨.૬૦ લાખ પાઉન્ડ (અંદાજે ૨.૫૫ કરોડ રૂપિયા)ની કિંમતે ખરીદ્યાં હતાં. વર્ષ ૧૯૨૦ની આસપાસ બનેલાં જણાતાં ગોળાકાર ફ્રેમવાળાં એ ચશ્માં છે. ’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK