Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ મૅગી પાણીપૂરી

સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ મૅગી પાણીપૂરી

06 June, 2020 08:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ મૅગી પાણીપૂરી

મૅગી પાણીપૂરી

મૅગી પાણીપૂરી


જાતજાતની ફ્યુઝન ડિશ બનાવવાના આપણે શોખીન છીએ એટલે આજકાલ સોશ્યલ મીડિયા પર અવનવી રેસિપી બહુ ફરતી જોવા મળે છે. પાણીપૂરી લગભગ સૌનું પ્રિય સ્ટ્રીટ-ફૂડ છે. આવી જ ક્રીએટિવિટીના ભાગરૂપે એક ટ્વિટર-યુઝરે મૅગી પાણીપૂરીનો ફોટો પોસ્ટ કર્યો છે. જોકે આ ક્રીએટિવિટીથી પાણીપૂરીના રસિકો જબરા નારાજ થયા છે. આ ટ્વિટર-યુઝરે પાણીપૂરીમાં ચમચીથી મૅગી નૂડલ્સ ભરતો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. મૅગી પાણીપૂરી જોઈને આઘાત પામેલા સોશ્યલ મીડિયાના યુઝર્સે આ અખતરાને વર્ષ ૨૦૨૦ કરતાં પણ ભયાનક ગણાવ્યો છે, તો કેટલાક યુઝર્સે આ અખતરાને વખાણ્યો પણ છે. જોકે અમુકે કહ્યું છે કે આ ફોટો અને વિડિયો જોયા બાદ હવે કદાચ ક્યારેય પાણીપૂરી મારું પ્રિય સ્ટ્રીટ-ફૂડ નહીં રહે.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2020 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK