Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માર્કેટમાં ધૂમ મચાવી મધુબની-માસ્કે

માર્કેટમાં ધૂમ મચાવી મધુબની-માસ્કે

10 July, 2020 07:58 AM IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માર્કેટમાં ધૂમ મચાવી મધુબની-માસ્કે

મધુબની-માસ્ક

મધુબની-માસ્ક


કોરોનાને કારણે ભલભલા લોકોની આર્થિક સ્થિતિમાં મુશ્કેલી ઊભી થઈ છે અને એમાંય નાના કલાકારોની હાલત તો સૌથી વધુ કફોડી બની છે. કેટલાક કલાકારોએ બદલાયેલા સમયમાં પોતાની કળાને પણ હવે જરૂરી ચીજો સાથે સાંકળીને એનું નવું માર્કેટ શોધી લીધું છે.

બિહારના મધુબની કલાકાર રેમંતકુમાર મિશ્રા લૉકડાઉનને કારણે સંઘર્ષમય દિવસો વિતાવી રહ્યા હતા. જોકે અવૉર્ડ વિનિંગ આર્ટિસ્ટે હવે હાથથી તૈયાર કરેલા મધુબની પ્રિન્ટવાળા માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. શરૂઆતમાં તેમની પાસે વધુ ગ્રાહકો નહોતા. લેખક અને ઍક્ટિવિસ્ટ અદ્વિત કાલાએ રેમંતકુમાર મિશ્રાના માસ્કના ફોટો અને તેમની સંઘર્ષકથા સાથે તેનો કૉન્ટૅક્ટ-નંબર પણ સોશ્યલ મીડિયા પર મૂક્યો અને ત્યાંથી તેમની બાજી પલટાઈ. હવે તો લોકો તેમનો માસ્ક લેવા માટે પડાપડી કરી રહ્યા છે. રેમંતકુમાર ત્રણ લેયર ધરાવતા કૉટનના ઓરિજિનલ ઍન્ડ-પ્રિન્ટેડ મધુબની પ્રિન્ટના માસ્ક ૫૦ રૂપિયામાં વેચવા અને કુરિયર દ્વારા લોકોના ઘરે પણ પહોંચતા કરે છે. હટકે આર્ટને લોકોએ એટલી વખાણી છે કે હવે તેમનો ફોન સતત રણક્યા જ કરે છે અને મેસેજ-બૉક્સ ઑર્ડરથી છલકાવા લાગ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2020 07:58 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK