ડચ બ્રૅન્ડ વૉલબૅકે તાજેતરમાં એક જૅકેટ લૉન્ચ કરતાં એ વિશ્વનું સૌથી મજબૂત જૅકેટ હોવાનો દાવો કર્યો હતો. એ ફાઇબરનું જૅકેટ સ્ટીલના જૅકેટ કરતાં ૧૫ ગણું વધારે મજબૂત હોવાનું ઍડ્વેન્ચર ક્લોધિંગ બ્રૅન્ડ વૉલબૅકે જણાવ્યું હતું. ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ માટેનાં વસ્ત્રો બનાવતી વૉલબૅક કંપનીએ થોડા વખત પહેલાં લગભગ ૧૦૦ વર્ષ સુધી ટકી રહે એવાં ઇન્ડિસ્ટ્રક્ટિબલ હૂડી અને પૅન્ટ્સ લૉન્ચ કર્યાં હતાં. હવે તેમનું લેટેસ્ટ પ્રોડક્ટ ઇન્ડિસ્ટ્રક્ટિબલ પફર સૌથી મજબૂત જૅકેટ છે.
આ પણ વાંચો : નદીમાં ડૂબતી વ્યક્તિને જોઈને હાથીનું બચ્ચું પાણીમાં ઊતરીને બચાવી લાવ્યું
સામાન્ય રીતે પફર જૅકેટ્સ વજનમાં હળવાં (લાઇટવેઇટ) હોય છે. એ જૅકેટ્સનું ઉપરનું પડ પૉલિસ્ટર કે નાયલૉનનું હોય છે. એ પડ ફાડવા કે ચીરવામાં ઝાઝી તકલીફ પડતી નથી, પરંતુ વૉલબૅકના હાલના જૅકેટનું ઉપરનું પડ વિશ્વના સૌથી મજબૂત ફાઇબર ડાયનીમાનું બનેલું છે. આ ઇન્ડિસ્ટ્રક્ટિબલ પફર જૅકેટનું વજન અઢી કિલો છે. એ એકાદબે વર્ષમાં ફાટી જાય એવું નથી. આ જૅકેટ આગળની પેઢીને સોંપાતું જાય એવું છે.
3 વર્ષની છોકરીએ 10 કાર પર લિસોટા પાડતાં પપ્પાએ ભરવો પડ્યો 7 લાખ રૂપિયાનો દંડ
Dec 14, 2019, 09:52 ISTઑક્ટોપસનો શિકાર કરવા જતાં બાજ ખુદ ઝડપાઈ ગયું, ખેડૂતે તેને બચાવ્યું
Dec 14, 2019, 09:47 ISTઍપલના સીરીએ બર્ફીલી નદીમાં કાર સાથે ફસાયેલા યુવકનો જીવ બચાવ્યો
Dec 14, 2019, 09:39 ISTઆ ભાઈનો દાવો છે કે તેમની વાછૂટથી મચ્છર મરી જાય છે
Dec 14, 2019, 09:30 IST