શા માટે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે એ સમજાવતો દીવાસળીનો વિડિયો વાઇરલ

Published: Mar 18, 2020, 07:22 IST | Gujarati Mid-day Correspondent | Los Angeles

કોરોનાનો સ્પ્રેડ કઈ રીતે અટકી શકે. આ સિમ્પલ બાબત સમજાવવા માટે લૉસ ઍન્જલસના આર્ટિસ્ટે ઍનિમેટેડ વિડિયો બનાવ્યો છે.

દીવાસળી
દીવાસળી

કોરોના વાઇરસના વિશ્વવ્યાપી મહારોગચાળાને નાથવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ બહુ મહત્ત્વનું છે એવું ગાઈવગાડીને સમજાવવામાં આવી રહ્યું છે છતાં ઘણા લોકોને સમજાતું નથી કે હળવાભળવાનું બંધ કરવાથી કોરોનાનો સ્પ્રેડ કઈ રીતે અટકી શકે. આ સિમ્પલ બાબત સમજાવવા માટે લૉસ ઍન્જલસના આર્ટિસ્ટે ઍનિમેટેડ વિડિયો બનાવ્યો છે. 

લૉસ ઍન્જલસના જુઆન ડેક્લાન નામના એક આર્ટિસ્ટે ટૂંકી ઍનિમેટેડ વિડિયો-ક્લિપ બનાવી છે. એમાં લાઇનબંધ દીવાસળીની દાંડી ઊભી કરી છે. એક બાજુના છેડે આગ લગાડવામાં આવે છે અને વચ્ચે-અધવચ્ચે લાઇનમાંથી એક સળી હટાવી લેવામાં આવે છે. ચેઇન રીઍક્શનને કારણે એક પછી એક દીવાસળી સળગવા માંડે છે, પરંતુ વચ્ચે જ્યાં ગૅપ છે ત્યાંથી આગ સ્પ્રેડ થતી અટકી જાય છે. આ વિડિયો-ક્લિપ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્‍‍‍વિટર પર પોસ્ટ કર્યા પછી સાતથી આઠ કલાકના ગાળામાં ૨૮,૦૦૦થી વધારે વખત જોવાઈ છે. એ વિડિયો જોનારાઓ એની અસરકારકતાને વખાણતાં જુઆન ડેક્લાનનો આભાર માને છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK