કોરોનાએ 50 વર્ષ પહેલાં વિખૂટી પડી ગયેલી બે બહેનોનો મેળાપ કરાવ્યો

Published: Aug 01, 2020, 07:20 IST | Gujarati Mid-day Correspondent | America

કોવિડ-19ના રોગચાળાએ અનેક લોકોનાં સગાંસંબંધીઓને તેમની પાસેથી હંમેશ માટે છીનવી લીધાં છે.

વિખૂટી પડી ગયેલી બે બહેનો
વિખૂટી પડી ગયેલી બે બહેનો

કોવિડ-19ના રોગચાળાએ અનેક લોકોનાં સગાંસંબંધીઓને તેમની પાસેથી હંમેશ માટે છીનવી લીધાં છે. અનેક હસતા-રમતા ઘરમાં ગમગીની રેલાવી દીધી છે. જોકે આ જ મહામારીને કારણે અમેરિકાના નેબ્રાસ્કાની બે બહેનોનો મેળાપ વર્ષો બાદ થયો છે. હકીકતમાં એક જ પિતાથી બે જુદી-જુદી માતાના કૂખે જન્મેલી ૫૩ વર્ષની બેવ બોરો અને ૭૩ વર્ષની ડોરીસ નામની બે બહેનો નાનપણમાં વિખૂટી પડી ગઈ હતી. બેવ બોરો ૬ મહિના કરતાં પણ નાની હતી, જ્યારે તેને અનાથાશ્રમમાં છોડી દેવામાં આવી હતી. ત્યાર બાદ તેને એક પરિવારે દત્તક લીધી હતી.

જે હૉસ્પિટલમાં ૭૩ વર્ષનાં ડરીસ ક્રિપન કોવિડ-19ની સારવાર લઈ રહ્યાં હતાં એ જ હૉસ્પિટલમાં બેવ બોરો નોકરી કરતી હતી. પેશન્ટનું લિસ્ટ તપાસી રહેલી બેવ બોરોને ડોરીસનું નામ જોતાં જ તે જેને વર્ષોથી શોધી રહી હતી તે પોતાની બહેન હોવાનું લાગ્યું હતું.જોકે ડોરીસ ક્રિપનને સાંભળવામાં તકલીફ હોવાથી બન્ને બહેનો વાઇટ બોર્ડ પર લખીને વાત કરે છે.

ડોરીસ ક્રિપન અને બેવ બોરોના પિતાનાં ૧૦ બાળકો હતાં, એમાં ડોરીસ સૌથી મોટી અને બેવ બોરો સૌથી નાની હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK