કોરોનાનો ચેપ સામેથી વહોરવા માટે લંડનની લૅબોરેટરી ઑફર કરે છે 3 લાખ રૂપિયા

Published: Mar 14, 2020, 08:19 IST | London

કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને વિશ્વવ્યાપી રોગચાળો જાહેર કર્યો છે. એ બીમારીથી બચવા માટે લોકો માસ્ક અને સૅનિટાઇઝર્સનો વપરાશ તથા અન્ય અનેક પ્રકારના ઉપાય કરે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને વિશ્વવ્યાપી રોગચાળો જાહેર કર્યો છે. એ બીમારીથી બચવા માટે લોકો માસ્ક અને સૅનિટાઇઝર્સનો વપરાશ તથા અન્ય અનેક પ્રકારના ઉપાય કરે છે. દુનિયાના ૧૦૯ દેશોના ૧,૨૬,૩૮૦થી વધારે લોકો એ વાઇરસના ચેપથી બીમાર છે. એવા સંજોગોમાં બ્રિટનથી આશ્ચર્યજનક સમાચાર મળ્યા છે. ત્યાં સ્વેચ્છાએ કોરોના વાઇરસનો ચેપ વહોરી લેનારી વ્યક્તિઓને ૪૫૦૦ ડૉલર એટલે કે અંદાજે ૩.૩૩ લાખ રૂપિયા ચૂકવવાની ઑફર લંડનની એક લૅબોરેટરીએ કરી છે.

સવાલ એ થાય કે કોઈ આવી ઑફર શા માટે કરે? વાત એમ છે કે બજારમાં હજી સુધી કોરોના વાઇરસની કોઈ દવા ન આવી હોવાથી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દવા અને વૅક્સિન તૈયાર કરવાના પ્રયોગ કરવા સક્રિય બની છે એથી કોરોના-ઇન્ફેક્ટેડ વ્યક્તિઓની જરૂર ઊભી થઈ છે. જે લોકો સ્વેચ્છાએ ઇન્ફેક્શન સાથે આઇસોલેશન વૉર્ડમાં ક્વૉરન્ટીન ફૅસિલિટીમાં રહીને પોતાના પર પ્રયોગ કરવા દેવાનો સહકાર આપવા તૈયાર હોય એવા એક વખતે ૨૪ જણને ૪૫૦૦ ડૉલર આપવાની ઑફર વિવિધ કંપનીઓ ઉપરાંત સાર્વજનિક ક્ષેત્રનાં સંગઠનોએ પણ કરી છે. એ લોકોના શરીરમાં 0C43 અને ૨૨૯E એમ બે પ્રકારના વાઇરલ લોડ નાખીને ૧૪ દિવસ સુધી ડૉક્ટરો અને નર્સ વચ્ચે રાખવામાં આવશે. વાઇરલ લોડ માપવા માટે અવારનવાર તેમના થૂંક અને ગળફા તપાસવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK