Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાંચ મહિનાથી બંધ ઘરની બારી ખુલ્લી રહી, કબૂતરોએ એ ઘરમાં અડ્ડો જમાવી દીધો

પાંચ મહિનાથી બંધ ઘરની બારી ખુલ્લી રહી, કબૂતરોએ એ ઘરમાં અડ્ડો જમાવી દીધો

06 September, 2020 07:32 AM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચ મહિનાથી બંધ ઘરની બારી ખુલ્લી રહી, કબૂતરોએ એ ઘરમાં અડ્ડો જમાવી દીધો

કબૂતરોએ એ ઘરમાં અડ્ડો જમાવી દીધો

કબૂતરોએ એ ઘરમાં અડ્ડો જમાવી દીધો


લૉકડાઉનને કારણે લંડનમાં રહેતો એક સ્ટુડન્ટ પાંચ મહિના માટે ઘરથી દૂર રહ્યો હતો, પણ જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે ઘરમાં કબૂતરોનું રાજ જોઈને આશ્ચર્ય પામ્યો હતો. એ પછી તેને ધ્યાનમાં આવ્યું કે જતી વખતે ભૂલથી બારીનો કાચ ખુલ્લો રહી જતાં કબબૂરોએ ઘર પર કબજો જમાવ્યો હતો અને મોટા ભાગના સામાનને નુકસાન પહોંચાડ્યું હતું.

ઉત્તર લંડનના એનફીલ્ડમાં રહેતા ૨૦ વર્ષના ઓલુવાજ્યૉર્જ જૉનસનને ઘરમાં કામ કરતા સ્ટાફ તરફથી ઘરમાં કબૂતરોએ અડ્ડો જમાવ્યો હોવાનું જણાવતી ઈ-મેઇલ મળી હતી.



ફલૅટમાંથી આવી રહેલા અજીબ અવાજની તપાસ કરવા ફ્લૅટમાં પ્રવેશ્યા ત્યારે તેને કબૂતરો ઘૂસ્યાં હોવાની જાણ થઈ હતી. કબૂતરોએ કબજો જમાવ્યા પછી ઘરની હાલત જોવાય એવી નહોતી રહી. ફ્લૅટનાં ફર્નિચર પર ઠેર-ઠેર કબૂતરોની ચરક પડી હતી. સિન્કમાં કબૂતરનાં ઈંડાં હતાં તેમ જ કબૂતનનાં બચ્ચાં ઘરમાં ફરતાં જોવા મળ્યાં હતાં.


સ્ટુડન્ટે ઘરમાં જે પણ ચીજો હતી જેમ કે ટોસ્ટર, સ્નિકર શૂઝ, ઉનાળામાં પહેરી શકાય એવાં કપડાં વગેરે અપાર્ટમેન્ટમાં ખુલ્લાં જ રાખ્યાં હતાં જે તમામને કબૂતરે છી-છીથી રંગી નાખ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2020 07:32 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK