Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પરોપજીવી કીડો પેનિસમાં જતો રહેતાં જીવ જોખમમાં મુકાયો

પરોપજીવી કીડો પેનિસમાં જતો રહેતાં જીવ જોખમમાં મુકાયો

18 November, 2019 11:28 AM IST | London

પરોપજીવી કીડો પેનિસમાં જતો રહેતાં જીવ જોખમમાં મુકાયો

પરોપજીવી કીડો

પરોપજીવી કીડો


બ્રિટનની રાજધાની લંડનના કેન્સિંગ્ટનમાં રહેતો ૩૨ વર્ષનો જેમ્સ માઇકલ તાજેતરમાં આફ્રિકાના મલાવીમાં રજા માણવા ગયો ત્યારે તેને આંચકાદાયક અનુભવ થયો હતો. તળાવમાં નાહવા પડ્યો ત્યારે કોઈ પરોપજીવી કીડો તેના ગુપ્તાંગની અંદર ઘૂસી ગયો હતો. ગુપ્તાંગમાં ગયેલા એ જંતુએ ઈંડાં પણ મૂક્યાં. એ વાતની તેને તરત તો ખબર ન પડી, પણ એક વર્ષ પછી વાત વણસી.

જેમ્સે મિત્રો સાથે સાઉથ-ઈસ્ટ આફ્રિકાના પ્રવાસમાં ઝામ્બિયાથી ઝિમ્બાબ્વે તરફ જતાં વચ્ચે મલાવીમાં પાંચ દિવસનું રોકાણ કર્યું હતું. એ લોકો લેક મલાવીમાં એક તળાવમાં નાહવા પડ્યા હતા. તરતાં-તરતાં સ્કિસ્ટોસોમ્સ નામના એક જંતુએ જેમ્સના શિશ્નની અંદર ઘૂસીને ઈંડાં મૂક્યાં એ પછી તેને જે ઇન્ફેક્શન થયું એની અસર એકાદ વર્ષ પછી એટલે કે ૨૦૧૭ના ઑગસ્ટમાં વર્તાઈ. એ ઇન્ફેક્શનને કારણે તેની બધી શક્તિ હણાઈ ગઈ. પગ તો જાણે સાવ નકામા થઈ ગયા હોય એમ દાદર ચડવાનું પણ મુશ્કેલ બન્યું. ત્રણ મહિના વ્હીલચૅર પર પસાર કરવા પડ્યા. ન્યુરોલૉજિસ્ટ્સે કહ્યું કે પગ ઉપરાંત કરોડરજ્જુની પણ રોગપ્રતિકારક ક્ષમતા પર ગંભીર અસર થઈ છે.



ન્યુરોલૉજિસ્ટ્સને જેમ્સની તકલીફોનું કારણ સમજાયું નહોતું, પરંતુ ૬ મહિનાનો સ્ટેરૉઇડ્સનો કોર્સ લખી આપ્યો હતો. જોકે હૉસ્પિટલ ફૉર ટ્રૉપિકલ ડિસીઝના ડૉક્ટરોએ સ્કિસ્ટોસોમિયાસીસ અથવા બિલહર્ઝિયા નામની બીમારી હોવાનું નિદાન કર્યું હતું. નિદાન કર્યા બાદ સ્કિસ્ટોસોમ્સ કીડાને મારનારી અને ઇન્ફેક્શનને ખતમ કરનારી દવા પ્રૅઝિક્વાન્ટેલ લખી આપી હતી.


આ પણ વાંચો : આ બહેન ત્રણ ફુટ લાંબો હૉટડૉગ માત્ર 25 મિનિટમાં ઝાપટી ગયાં

જેમ્સ ત્રણ મહિના હૉસ્પિટલમાં વ્હીલચૅર પર કૅથેટર સાથે ફરતો હતો. તેને ટૉઇલેટ જવામાં પણ તકલીફ પડતી હતી. સ્ટેરૉઇડ્સ લેવાને કારણે જેમ્સના હાથ અને પીઠ પર ગૂમડાં થયાં હતાં. એ ઉપરાંત ઝાડા પણ વારંવાર થતા હતા. પથારી પર પડ્યા-પડ્યા પીઠ પર પડી ગયેલાં સોળ અને ચાઠાંને કારણે રાતે સૂઈ શકતો નહોતો. નાહતી વખતે પીઠ પરથી પાણી પસાર થાય તો પણ તકલીફ થતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 11:28 AM IST | London

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK