દુર્ગાપૂજાના પંડાલમાં લૉકડાઉન થીમની બોલબાલા
લૉકડાઉન થીમ
કલકત્તામાં દૂર્ગાપૂજા ફેસ્ટિવલ માટે આ વખતે ભવ્યાતિભવ્ય પંડાલો નથી બની રહ્યા, પરંતુ જે પંડાલો બન્યા છે એમાં કોરોના અને લૉકડાઉન થીમની જ બોલબાલા રહી છે.
ADVERTISEMENT
એક પંડાલમાં મોટું જાયન્ટ લૉક મૂકવામાં આવ્યું છે જે લગભગ છ મહિના સુધી દેશની લૉકડાઉન પરિસ્થિતિનું નિરૂપણ કરે છે. અન્ય એક પંડાલની બહાર લૉકડાઉન દરમ્યાન માઇગ્રન્ટ વર્કર્સ જે દયનીય સ્થિતિમાં મુકાયા હતા એનું નિરૂપણ થયું છે. કોરોનાવાઇરસથી બચવા માટે જાગૃતિ આણનારા સ્પીકર્સવાળો પંડાલ બનાવવામાં આવ્યો છે. એક પંડાલ પર રિક્ષા ચડાવી દેવામાં આવી છે જે શહેરોની ગલીઓ સૂની પડી ગઈ હોવાનું પ્રતીક છે.