Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કારનું અકસ્માત થતાં નવજાત બાળક ગુમ થઈ ગયું, જાણો બાદ શું થયું

કારનું અકસ્માત થતાં નવજાત બાળક ગુમ થઈ ગયું, જાણો બાદ શું થયું

20 April, 2020 08:10 AM IST | Atlanta
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કારનું અકસ્માત થતાં નવજાત બાળક ગુમ થઈ ગયું, જાણો બાદ શું થયું

નવજાત બાળક ગુમ થઈ ગયું, જોકે સીટ નીચેથી બાળક હેમખેમ મળ્યું

નવજાત બાળક ગુમ થઈ ગયું, જોકે સીટ નીચેથી બાળક હેમખેમ મળ્યું


કારમાં પ્રસવ થઈ ગયો એ જ ઘડીએ અકસ્માત થતાં નવજાત બાળક ગુમ થઈ ગયું, જોકે સીટ નીચેથી બાળક હેમખેમ મળ્યું
જન્મતાંની સાથે જ એક બાળકે તેની મા સાથે સંતાકૂકડી રમવાનું શરૂ કરી દીધું હતું. વાત એમ હતી કે ઍટ્લાન્ટાથી ઉત્તર-પૂર્વમાં આશરે ૨૦ માઇલ દૂર આવેલા લિલબર્નમાં સોમવારે વહેલી સવારે ક્રિસ્ટન ગ્રેહામ નામની મહિલાને પ્રસવની પીડા ઊપડેલી. તેની માતા તેને તરત જ કારમાં હૉસ્પિટલ પહોંચાડવા માગતી હતી.

કારની પાછલી સીટ પર ક્રિસ્ટને નવજાત બાળકને જન્મ આપ્યો, પરંતુ એ જ વેળાએ ભીના રસ્તા પર કાર સ્કિડ થતાં અકસ્માત થયો. માતા દીકરીને જલદી હૉસ્પિટલ પહોંચાડવા માગતી હતી, પરંતુ ભીના રસ્તા પર ગાડી સ્કિડ થતાં કાર એક મંદિરના દરવાજા સાથે ટકરાઈ હતી. બેમાંથી કોઈને ખાસ ઈજા થઈ નહોતી, પરંતુ ક્રૅશ થયેલી કારમાંથી ડ્રાઇવિંગ કરી રહેલી માએ તેની પ્રેગ્નન્ટ દીકરીને બહાર કાઢી હતી. જોકે એ વખતે ખબર પડી કે તેમનું નવજાત બાળક કારમાં નથી. પાછળની સીટ પર ક્રિસ્ટન ગ્રેહામને પ્રસવ થઈ ગયો, પણ અંધાધૂંધીમાં તેમને નવજાત બાળક મળ્યું નહીં. જોકે થોડી જ મિનિટ બાદ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે નવજાત બાળકની શોધ શરૂ કરી. એક તબક્કે તો તેમને બાળક બારીની બહાર ફેંકાઈ ગયું હોવાની શંકા જાગી પણ ઘણી શોધખોળ બાદ કારની પાછળની સીટની નીચેથી નવજાત બાળકી મળી આવી. બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2020 08:10 AM IST | Atlanta | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK