Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કોચી ઍરપોર્ટ પણ પકડાયો માથાની વિગમાં ૧ કિલો સોનુ છુપાવીને ફરનારો સ્મગલર

કોચી ઍરપોર્ટ પણ પકડાયો માથાની વિગમાં ૧ કિલો સોનુ છુપાવીને ફરનારો સ્મગલર

07 October, 2019 08:41 AM IST | કોચી

કોચી ઍરપોર્ટ પણ પકડાયો માથાની વિગમાં ૧ કિલો સોનુ છુપાવીને ફરનારો સ્મગલર

જુઓ આ ભાઈની કરામત!

જુઓ આ ભાઈની કરામત!


હવે વિગ પહેરીને ફરવું એ કંઈ નવી વાત નથી, પણ જ્યારે તમે વિગનો વપરાશ કંઈક ખોટા કામ માટે કરતા હો તો એ તરત પકડાઈ જઈ શકે એમ છે એ યાદ રાખવું. તાજેતરમાં કેરલના કોચી ઍરપોર્ટ પર નૌશાદ નામના ભાઈ સોનાનું સ્મગલિંગ કરતા પકડાયા હતા. તેમણે પોતાની ટાલ અને વિગ વચ્ચે એક કિલો સોનુ છુપાવી રાખ્યું હતું. મૂળ મલાપ્પુરમનો રહેવાની નૌશાદ શનિવારે  શારજાહથી ભારત આવ્યો હતો. તેણે માથા પર એક પોટલી જેવું બનાવીને ચિપકાવ્યું હતું અને એની પર નકલી વાળની વિગ ઠઠાવી દીધી હતી. જોકે તેના વાળ જોઈને કસ્ટમ અધિકારીને શંકા ગઈ. તેમણે માથા પર મેટલ ડિટેક્ટર ફેરવ્યું તો કોઈક ધાતુ માથામાં છુપાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. માથે હાથ ફેરવતાં જ નકલી વાળ નીકળી ગયા હતા અને સોનાની પોટલી સામે આવી ગઈ.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2019 08:41 AM IST | કોચી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK