જોઈ ન શકતી વ્યક્તિને મદદ કરનાર આ મહિલાને ઘરની બક્ષિસ આપી

Published: Jul 25, 2020, 07:23 IST | Gujarati Mid-day Correspondent | Kerala

કરેલું ફોકટ જતું નથી એ આનું નામ....

આ મહિલાને ઘરની બક્ષિસ આપી
આ મહિલાને ઘરની બક્ષિસ આપી

યાદ છે થોડા દિવસ પહેલાં એક પોલીસ અધિકારીએ જોઈ ન શકતી વ્યક્તિને મદદ કરનાર મહિલાનો વિડિયો શૅર કર્યો હતો જે ખૂબ વાઇરલ થયેલો? યસ, ૮ જુલાઈએ વિજયા કુમાર નામના પોલીસ અધિકારીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શૅર કરેલો, જેના લગભગ ૧૯ લાખથી વધુ વ્યુઝ નોંધાયા હતા.

bus-woman

એ વિડિયોમાં કેરળના એક શહેરમાં મહિલા રસ્તા પર બસ તરફ દોડતી જોવા મળે છે. એ મહિલા ડ્રાઇવરને વિનંતી કરીને બસ ઊભી રખાવે છે. એ પછી તે થોડે દૂર ઊભા રહેલા નેત્રહીન વ્યક્તિને લઈને આવી અને તેને બસમાં ચડાવે છે. આ મહિલાની મદદવૃત્તિની ચોમેરથી સરાહના થઈ હતી.

આ પણ વાંચો : ભાભીજી પાપડનું માર્કેટિંગ કરવાનું કેન્દ્રીય પ્રધાનને બહુ ભારે પડ્યું

તાજેતરમાં કેન્દ્રના આરોગ્ય ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન અમર પ્રસાદ રેડ્ડીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર જણાવ્યું હતું કે એક જ્વેલરી કંપનીના માલિકે આ વિડિયો જોયા પછી પેલી મહિલાને તેમના ઘરે બોલાવી હતી અને તેને ઘરની બક્ષિસ આપી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK