મારું નામ છે કોરોના થૉમસ, પ્લીઝ મને જ વોટ આપજો

Published: 22nd November, 2020 07:33 IST | Gujarati Mid-day Correspondent | Kerala

કેરળની એક મહાનગરપાલિકાની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીની એક ઉમેદવારનું આવું નામ છે અને આ બહેન ચૂંટણીપ્રચાર દરમ્યાન ખાસ્સું અટેન્શન મેળવી રહ્યાં છે

કોરોના થૉમસ
કોરોના થૉમસ

અત્યાર સુધી આપણે કોરોના નામના ઉચ્ચાર સાથે ધિક્કારની ભાવના જોઈ છે. અનેક ઠેકાણે ‘ગો કોરોના ગો’ તેમ જ ‘કોરોના ભાગ જા’ એવા સૂત્રોચ્ચાર સાંભળ્યા છે. પરંતુ કેરળના કોલ્લમ શહેરના માથિલીલમાં આપણને ‘કોરોના ઝિંદાબાદ’ના સૂત્રોચ્ચાર સાંભળવા મળી શકે છે, કારણ કે કોલ્લમ મહાનગરપાલિકાની ચૂંટણીમાં માથિલીલ વૉર્ડનાં બીજેપીનાં મહિલા ઉમેદવારનું નામ કોરોના થૉમસ છે. ચૂંટણીના પ્રચારમાં એ મહિલા લોકોને નમસ્કાર કરતાં પોતાનો પરિચય ‘મારું નામ કોરોના’ કહીને આપે છે. ૨૪ વર્ષની એ યુવતી બે હાથ જોડીને વાત કરતા મતદારોના હાથમાં  ચરણામૃતની માફક સૅનિટાઇઝર આપે છે અને કોલ્લમના નગરસેવકોની ચૂંટણીમાં માઇથિલી વૉર્ડમાંથી પોતાને ચૂંટવાની અપીલ કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK