Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સતત 75 કલાક સુધી કૂકિંગ કરીને 400 ‌રેસિપી બનાવી આ કેન્યન શેફે

સતત 75 કલાક સુધી કૂકિંગ કરીને 400 ‌રેસિપી બનાવી આ કેન્યન શેફે

22 August, 2019 09:58 AM IST | કેન્યા

સતત 75 કલાક સુધી કૂકિંગ કરીને 400 ‌રેસિપી બનાવી આ કેન્યન શેફે

કેન્યન શેફ

કેન્યન શેફ


રાંધવું અને ખવડાવવું એ કોઈ પણ ગૃહિણીનું મનગમતું કામ છે. જોકે કેન્યાનાં માહિલા મોહમમ્મદ નામના ૩૬ વર્ષના શેફે તો હદ જ કરી નાખી. મોબાસા શહેરના કેન્યા બે બીચ રિસોર્ટમાં આ બહેને સતત લાંબો સમય રાંધવાનો રેકૉર્ડ બનાવ્યો છે. અત્યાર સુધીનો સૌથી લાંબો કૂકિંગનો રેકૉર્ડ ૬૮ કલાક અને ૩૦ મિનિટનો હતો જે કૅલિફૉર્નિયાના રિકી લમ્પકિનના નામે હતો. માહિલા મોહમ્મદે સતત ૭૫ કલાક રાંધીને આ વિક્રમ તોડ્યો હતો. નૉન-સ્ટૉપ કૂકિંગ દરમ્યાન માહિલાએ ૪૦૦ રેસિપીઝ રાંધી હતી અને એક પણ વાનગી એમાં રિપીટ નહોતી થઈ.

આ પણ વાંચો : પાંચ વર્ષનો આ બળદ છે જસ્ટ 26.6 ઇંચનો



દર બાર કલાકે માહેલાએ  ૩૦ મિનિટનો બ્રેક લીધો હતો. રેકૉર્ડ બનાવી લીધા પછી શેફ એટલાં થાકી ગયાં હતાં કે તેમણે થોડાક દિવસ માટે કૂ‌કિંગમાંથી જ બ્રેક લઈ લીધો.


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2019 09:58 AM IST | કેન્યા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK