જોધપુરની રેસ્ટોરાંમાં પૉપ્યુલર છે કોવિડ-કરી ને માસ્ક-નાન

Published: 2nd August, 2020 08:00 IST | Gujarati Mid-day Correspondent | Jodhpur

જોધપુરની રેસ્ટોરાંએ કોરોના-કરી અને માસ્ક-પરાઠા સહિત અનેક વાનગીઓમાં કોરાનાના આકાર અને ડિઝાઇનોને સાંકળી લીધાં છે.

કોવિડ-કરી અને માસ્ક-નાન
કોવિડ-કરી અને માસ્ક-નાન

કોરોના રોગચાળાએ લોકોને ઘણું શીખવ્યું છે. હવે એ રોગચાળા સામે સાવચેતીની સ્થાયી માનસિક સ્થિતિ ફેલાઈ રહી છે. ઠેર-ઠેર પોસ્ટર્સ, બૅનર્સ, અખબારી લેખો, ટીવી, વેબસાઇટ્સ અને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પરની પોસ્ટ્સ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક્સ પહેરવાની અને સૅનિટાઇઝેશનની જરૂર વગેરે બાબતોની અપીલો અને માર્ગદર્શક સૂચનાઓ જોવા મળે છે, પરંતુ અન્ય માધ્યમો દ્વારા પણ બીમારી સામે લોકજાગૃતિના સંદેશ આપવામાં આવે છે. મદુરાઈની એક રેસ્ટોરાંમાં માસ્ક-પરાઠાના સમાચાર ફેલાયા પછી હવે જોધપુરની રેસ્ટોરાંએ પણ એવું કંઈક નવું કાર્ય કર્યું છે. જોધપુરની રેસ્ટોરાંએ કોરોના-કરી અને માસ્ક-પરાઠા સહિત અનેક વાનગીઓમાં કોરાનાના આકાર અને ડિઝાઇનોને સાંકળી લીધાં છે. માસ્ક આકારનાં નાન અને પરાડાં પીરસીને માસ્ક પહેરવાની અનિવાર્યતા લોકોના મનમાં નોંધાઈ જાય એની તકેદારી રેસ્ટોરાંએ રાખવા માંડી છે. કોરોનાના આકાર અને ડિઝાઇનમાં કેક અને બર્ગર ઉપરાંત કોવિડ-કરી પણ આ રેસ્ટોરાંમાં ઉપલબ્ધ છે. મલાઈ કોફ્તાને કોવિડ-કરી અથવા કોરોના-કરી નામ આપવામાં આવ્યું છે. કોવિડ-કરીને નામે વેચાતા મલાઈ કોફ્તામાં કોરોનાના પાર્ટિકલ્સ જોવા મળે છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK