જપાનમાં હૉન્ટેડ ટૂરિઝમ અને ભૂતિયાં ઘર બન્યાં છે ફેમસ

Published: Jun 25, 2020, 08:24 IST | Gujarati Mid-day Correspondent | Japan

જપાનના હૉન્ટેડ હાઉસ ટૂર-ઑપરેટરે કોરોના રોગચાળાના માહોલ વચ્ચે નવી હૉરર ડ્રાઇવની જાહેરાત કરી છે.

હૉન્ટેડ ઘર
હૉન્ટેડ ઘર

જપાનના હૉન્ટેડ હાઉસ ટૂર-ઑપરેટરે કોરોના રોગચાળાના માહોલ વચ્ચે નવી હૉરર ડ્રાઇવની જાહેરાત કરી છે. જેમને હૉરર જોવાનો ખૂબ શોખ હોય તેમને માટે આ વિશિષ્ટ અનુભવ બનવાની બાંયધરી એ ટૂર-ઑપરેટરે આપી છે. રોગચાળાના માહોલમાં જપાનમાં હોટેલો અને રેસ્ટોરાંના બિઝનેસ ઠંડા પડ્યા છે ત્યારે ત્યાં ભૂતીયાં ઘરોની સહેલગાહ અને હૉન્ટેડ હાઉસ ઇવેન્ટ્સનો બિઝનેસ જોરમાં ચાલે છે. સામાન્ય રીતે કોઈ ખાસ દોસ્ત કે નિકટની વ્યક્તિ ન હોય તો તેને હરકતો દ્વારા ડરાવવાનું જોખમ કોઈ લેતું નથી, પરંતુ જપાનની હૉન્ટેડ હાઉસ ડિઝાઇન કંપની કોવાગારા સેતાઈ કંપનીએ હૉરર ડ્રાઇવ કે હૉન્ટેડ હાઉસ ડ્રાઇવ થ્રૂ એક્સ્પીરિયન્સની જાહેરાત કરી છે.

થ્રિલ, ઍક્શન, કૉમેડી અને કરુણ દૃશ્યો, કથાઓની માગ મનોરંજન જગતમાં ઘણી છે. પરંતુ હૉરરના શોખીનોનું પણ સક્ષમ બજાર છે એવું જપાનના આ ટૂર-ઑપરેટર જણાવે છે. લગભગ ૫૭૦૦ રૂપિયા જેટલી સ્થાનિક ચલણ યેનમાં ફી ચૂકવીને પોતાની કારમાં બેઠાં-બેઠાં હૉરરનો અનુભવ કરવાનો હોય છે. જો પોતાની કાર ન હોય તો લગભગ ૭૦૦-૮૦૦ રૂપિયા જેટલી એક્સ્ટ્રા રકમ ચૂકવતાં ફોરસીટર કાર પણ ઑપરેટર તરફથી આપવામાં આવે છે. ટોક્યોના અઝાબુ વિસ્તારના એક ગૅરેજમાં હૉરરનો અનુભવ કરાવવામાં આવે છે. એ ઠેકાણે લાંબા વખત પહેલાં ડરામણી ઘટના બની હતી. હૉરર એક્સ્પીરિયન્સ માટે એ વ્યક્તિએ કારનું હૉર્ન ત્રણ વખત વગાડવાનું હોય છે. વીસ મિનિટના સેશનમાં ભૂત-પ્રેત-ચુડેલ વગેરે જોવા મળતાં હોવાનો દાવો કરવામાં આવે છે. હૉરર સ્ટોરી વિશે લોકોને વધુ જાણકારી જોઈએ તો ત્યાં વાહન પાર્ક કર્યું હોય એ ગાળામાં એ હૉરર સ્ટોરીનું વર્ણન કારના રેડિયો પર સાંભળી શકાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK