સીફૂડ ખાવાને લીધે મહિલાના ટૉન્સિલમાં જીવતો કીડો ભરાયો

Published: Jul 16, 2020, 07:44 IST | Gujarati Mid-day Correspondent | Japan

જપાનમાં ડૉક્ટરોની એક ટીમે ગળામાં ચેપની ફરિયાદ સાથે આવેલી એક મહિલાને જીવનદાન આપ્યું હતું.

મહિલાના ટૉન્સિલમાં જીવતો કીડો નીકળ્યો
મહિલાના ટૉન્સિલમાં જીવતો કીડો નીકળ્યો

જપાનમાં ડૉક્ટરોની એક ટીમે ગળામાં ચેપની ફરિયાદ સાથે આવેલી એક મહિલાને જીવનદાન આપ્યું હતું. ડૉક્ટરોએ તપાસ કરી તો ખબર પડી કે આ મહિલાના ટૉન્સિલમાં જીવતો કીડો હતો જેને ડૉક્ટરોએ ચીપિયાની મદદથી ખેંચી કાઢ્યો હતો. દરિયાઈ ફૂડ સેશિમી ખાધાના લગભગ પાંચેક દિવસ પછી ગળામાં ચેપ અને ખંજવાળની ફરિયાદ સાથે ડૉક્ટર પાસે આવેલી આ મહિલાની તપાસ કરાતાં ગળામાં દોઢેક ઇંચનો કાળા રંગનો પરોપજીવી કૃમિ હતો.

આ પણ વાંચો : ત્રણ બહેનોએ એક જ હૉસ્પિટલમાં એક જ દિવસે બાળકોને જન્મ આપ્યો

આ ડૉક્ટરોનું કહેવું છે કે ઘણી વખત કાચી કે પછી અડધી રાંધેલી દરિયાઈ માછલી ખાવામાં આવે તો તેમણે ખાધેલા અન્ય દરિયાઈ જીવોના કીડા માનવ શરીરમાં પાંગરતા હોય છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK