ઓહો! મોમાં પેઢા પર પણ પાંપણ જેવા વાળ ઊગી શકે!

Published: Feb 08, 2020, 07:36 IST | Italy

શરીરની કેટલીક જગ્યાએથી વાળ કાઢવાની પ્રક્રિયા આપણે નિયમિત કરતા હોઈએ છીએ, પરંતુ જ્યાં સામાન્ય રીતે વાળ ઊગતા ન હોય ત્યાં ઊગે ત્યારે અચરજ અને અગવડ ઉપરાંત મુશ્કેલી પણ થાય.

શરીરની કેટલીક જગ્યાએથી વાળ કાઢવાની પ્રક્રિયા આપણે નિયમિત કરતા હોઈએ છીએ, પરંતુ જ્યાં સામાન્ય રીતે વાળ ઊગતા ન હોય ત્યાં ઊગે ત્યારે અચરજ અને અગવડ ઉપરાંત મુશ્કેલી પણ થાય. દસેક વર્ષ પહેલાં ઇટલીની યુનિવર્સિટીના ડૉક્ટરોને ૧૯ વર્ષની એક યુવતી મળી. એ યુવતીએ દાંતના પેઢા પર વાળનો કેસ ડૉક્ટરોને બતાવ્યો હતો. એ યુવતીના ઉપરના દાંતની પાછળના નરમ ભાગમાં આંખની પાંપણ જેવા વાળ ઊગ્યા હતા.

આ પણ વાંચો : કેરળના એક અપાર્ટમેન્ટના કિચનના નળમાંથી દારૂ વહેવા માંડ્યો

હૉર્મોનલ ઇમ્બૅલૅન્સને કારણે ઊગેલા વાળ સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યા, પણ એ પહેલાં ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ્ઝનો કોર્સ કરાવવામાં આવ્યો હતો. અગાઉ ૧૯૬૦ના દાયકામાં પાંચ પુરુષોને આ રીતે દાંતના પેઢા પર વાળ ઊગ્યાના કેસ નોંધાયા હતા. એને મેડિકલ ટર્મિનોલૉજીમાં જિન્જાઇવલ હર્સુટિઝમ કહેવાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK