Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કૂકડો વહેલી સવારે કૂકડેકૂક બોલતો હોવાથી માલિકને 15,000 રૂપિયાનો દંડ થયો

કૂકડો વહેલી સવારે કૂકડેકૂક બોલતો હોવાથી માલિકને 15,000 રૂપિયાનો દંડ થયો

16 August, 2020 07:09 AM IST | Italy
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૂકડો વહેલી સવારે કૂકડેકૂક બોલતો હોવાથી માલિકને 15,000 રૂપિયાનો દંડ થયો

કૂકડો

કૂકડો


પાળેલા પ્રાણીઓને તમારે કહ્યામાં રાખવા બહુ જરૂરી છે. જો ન રાખો તો એનાથી નુકસાની થઈ શકે છે. ઇટલીના લોમ્બાર્ડી શહેર પાસેના એક નાનકડા ગામમાં રહેતા ૮૩ વર્ષના એન્જેલો બોલેટ્ટી નામના કાકાને તેમનો પાળેલો કૂકડો ભારે પડ્યો. સહેજ ભળભાંખળું થાય કે ગામમાં કૂકડો સવાર પડ્યાની છડી પોકારે એ તો સામાન્ય છે, પણ એન્જેલોકાકાનો કાર્લિનો નામનો કૂકડો બહુ ઉત્સાહી હતો. એ ભાઈસાહેબને સવાર-સવારમાં સાડા ચાર વાગ્યે ‘કૂકડે કૂક..’ બોલવાની આદત પડી ગયેલી. એટલું જ નહીં, એકાદવાર બોલીને ચૂપ થઈ જાય એવુંય નહોતું. કૂકડાભાઈ છેક સવારે છ વાગ્યે ત્યાં સુધી બાંગ પોકારવાનું ચાલુ જ રાખતા. કાકાએ કાર્લિનોને ઘણું સમજાવ્યું, પણ ભાઈસાહેબ સવારે સાડા ચાર વાગ્યે એટલે જોરથી છડી પોકારી જ લે. રોજની આ સમસ્યાથી તંગ આવી ગયેલા પાડોશીઓએ આખરે કાકાના કૂકડા વિરુદ્ધ ફરિયાદ કરી. આખરે સ્થાનિક ટાઉનના મેયરે કાકાને ૨૦૦ ડૉલર એટલે કે લગભગ ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2020 07:09 AM IST | Italy | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK