Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડૉગી મિત્રોએ વીડિયો કૉલ દ્વારા કરી વાત, કરે છે એકબીજાને મિસ

ડૉગી મિત્રોએ વીડિયો કૉલ દ્વારા કરી વાત, કરે છે એકબીજાને મિસ

05 May, 2020 01:30 PM IST | Ireland
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ડૉગી મિત્રોએ વીડિયો કૉલ દ્વારા કરી વાત, કરે છે એકબીજાને મિસ

ડૉગી મિત્રોએ વીડિયો કૉલથી કરી વાત

ડૉગી મિત્રોએ વીડિયો કૉલથી કરી વાત


આખી દુનિયામાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે. આ ખતરનાક વાઈરસને રોકવા માટે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકોને ઘરથી બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે લોકો સમય પસાર કરવા ગેમ રમે છે, તો કોઈ કૂકિંગમાં વ્યસ્ત છે. દૂર રહેલા પરિવારના સદસ્યો અને ફ્રેન્ડ્સને બધા મિસ કરી રહ્યા છે અને લોકોથી સંપર્ક કરવા વીડિયો કોલિંગનો સહારો લઈ રહ્યા છે. પણ હાલ બે કૂતરાનો વીડિયો વાઈરલ થયો છે જે જોઈને તમે હેરાન થઈ જશો. બન્ને ડૉગી પણ એકબીજાને મિસ કરી રહ્યા છે, કારણકે બન્ને બેસ્ટ ફ્રેન્ડ છે. એકબીજા સાથે વીડિયો કૉલ પર વાત કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો આયરલૅન્ડનો છે.



આ બન્ને ડૉગી ઝૂમ કૉલ દ્વારા એકબીજા સાથે વાત કરી રહ્યા છે. વીડિયો ઝેરેમી હૉવર્ડે કર્યો છે, જેમાં એમનો ડૉગી લાઈકા એનો ખાસ મિત્ર હેનરી સાથે વાત કરે છે. ઝેરેમીએ લાઈકાને હેનરી સાથે વાતચીત કરવા માટે 6 એપ્રિલે ઝૂમ કૉલ કર્યો હતો. ત્યારે ઝેરેમીએ એમની વાતનો કેટલોક હિસ્સો રેકૉર્ડ પણ કર્યો હતો. લાઈકના માલિકે જણાવ્યું કે લાઈકા અને હેનરી ખાસ મિત્ર છે અને એકબીજાને ઘણા મિસ કરે છે. બન્નેએ વીડિયો કૉલ દ્વારા વાત કરી હતી.


આ ઝૂમ કૉલ સમયે લાઈકા લેપટોપ સામે ઉભો છે. લાઈકા જ્યારે હેનરીને જુઓ છે તો કે ભોંકવા લાગે છે. બન્ને વાતચીત દરમિયાન કૂદકા મારે છે અને ઘણા ખુશ નજર આવે છે, જાણે કોઈ છૂટા પડેલા મિત્રને લાંબા સમય પછી મળ્યા હોય. લોકોએ આ ડૉગીના ઘણા વખાણ કર્યા છે. બન્ને ડૉગીનો આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકોને પણ ઘણો પસંદ આવી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2020 01:30 PM IST | Ireland | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK