છત પર બેસીને કિસ કરનારા કપલની ધરપકડ કરવામાં આવી, આ છે કારણ

Published: 26th May, 2020 07:31 IST | Gujarati Mid-day Correspondent | Iran

ઈરાનના બે પાર્કર માર્શલઆર્ટના એક્સપર્ટ્સે ટેરેસની પાળીની કિનારી પર બેસીને કિસ કરતો ફોટો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે વાઇરલ થતાં પોલીસે તેમની ધરપકડ કરી.

છત પર બેસીને કિસ કરનારા કપલની ધરપકડ કરવામાં આવી
છત પર બેસીને કિસ કરનારા કપલની ધરપકડ કરવામાં આવી

ઈરાનના બે પાર્કર માર્શલઆર્ટના એક્સપર્ટ્સે ટેરેસની પાળીની કિનારી પર બેસીને કિસ કરતો ફોટો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે વાઇરલ થતાં પોલીસે તેમની ધરપકડ કરી. હવે સવાલ એ થાય કે આ તસવીરમાં એવું તો શું હતું કે તેમની ધરપકડ કરવામાં આવી? શું તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો એટલે? ના. વાત સમજવા જેવી છે.

kiss

અલીરેજા જપલાધી નામના લોકપ્રિય પાર્કર ઍથ્લિટે તેની સ્ટન્ટ-પાર્ટનરને ટેરેસની પાળી પર કિસ કરી એનો ફોટો વાઇરલ થયો હતો. એને કારણે પહેલાં અલીરેજાની અને પછી તેની પાર્ટનર બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. તેમનો ગુનો એટલો હતો કે તેમણે સામાજિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. બન્ને ઍથ્લિટનું આ પગલું શરિયા કાયદાથી વિપરીત હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના નિવેદન મુજબ શરિયા કાનૂન મુજબ સ્ત્રીઓ જાહેરમાં પોતાના ચહેરા કે હાથ-પગ સિવાયનું શરીર જાહેરમાં પ્રદર્શિત કરી શકતી નથી અને આ તસવીરમાં એ નિયમનું ઉલ્લંઘન કરનારું અશિષ્ટ વ્યવહાર હોવાને કારણે તેમની ધરપકડ તહેરાની સાઇબર પોલીસે કરી છે. જોકે તેમની ધરપકડ કરાયા બાદ લોકો અલીરેજાના સમર્થનમાં આગળ આવી સરકારને તેમને મુક્ત કરવાની અપીલ કરી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK