એક વર્ષ સુધી આ પરિવારે 1135 લિટર પેશાબ બાટલીઓમાં સંઘરી રાખ્યો

Published: Mar 21, 2020, 07:45 IST | Gujarati Mid-day Correspondent | Kazakhstan

કઝાકિસ્તાનના અકાતો શહેરમાં એક પરિવારના ત્રણ સભ્યોને પોલીસે પકડીને માનસિક રોગીઓ માટેની હૉસ્પિટલમાં દાખલ કર્યા છે.

પેશાબની બાટલી
પેશાબની બાટલી

કઝાકિસ્તાનના અકાતો શહેરમાં એક પરિવારના ત્રણ સભ્યોને પોલીસે પકડીને માનસિક રોગીઓ માટેની હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. ઝેન્યા અને તેનાં માતા-પિતાએ યુટિલિટી બિલની ચુકવણી ન કરતાં તેમની આવશ્યક સેવાઓ બંધ કરવામાં આવી હતી. આ પરિવારજનો લગભગ છેલ્લા એક વર્ષથી ઘરમાં પ્લાસ્ટિકની બૉટલમાં જ યુરિન પાસ કરતા હતા. તેમના પાડોશીઓએ ઘરમાંથી આવતી તીવ્ર દુર્ગંધથી કંટાળીને પોલીસ-ફરિયાદ કર્યા બાદ આ તમામ બાબત પ્રકાશમાં આવી હતી. ઘરના સભ્યોએ પોલીસને સહકાર આપવાની ના પાડતાં છેવટે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશ કરતાં જ પોલીસ અધિકારીઓએ યુરિનથી ભરેલી સેંકડો પ્લાસ્ટિકની બૉટલ્સ અને ધોવાનાં બાકી હોય એવાં દુર્ગંધ મારતાં કપડાંનો ઢગલો જોયો હતો.
ઘરના રહેવાસીઓએ તેમની તકલીફ પોલીસ અધિકારીઓને સમજાવતાં બિલની ચુકવણી ન કરવાને કારણે તેમની સેવા બંધ કરવામાં આવી હતી. ઘરમાંથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતી હોવાથી પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ત્રણેય જણને મેન્ટલ હૉસ્પિટલ લઈ ગઈ હતી. હવે આ પાડોશીઓ એકઠા થઈને તેમના ઘરની સફાઈ કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK