ટ્રૅક્ટરની મદદથી ભેંસનું દૂધ દોહી શકાય?

Published: Aug 09, 2020, 07:07 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

દૂધ દોહવા માટે મશીન આવી ગયાં છે અને ક્યાંક તો રોબો દ્વારા પણ ભેંસ દોહવામાં આવે છે, પણ શું કોઈ ટ્રૅક્ટર દ્વારા ભેંસનું દૂધ દોહી શકાય ખરું?

શું કોઈ ટ્રૅક્ટર દ્વારા ભેંસનું દૂધ દોહી શકાય ખરું?
શું કોઈ ટ્રૅક્ટર દ્વારા ભેંસનું દૂધ દોહી શકાય ખરું?

દૂધ દોહવા માટે મશીન આવી ગયાં છે અને ક્યાંક તો રોબો દ્વારા પણ ભેંસ દોહવામાં આવે છે, પણ શું કોઈ ટ્રૅક્ટર દ્વારા ભેંસનું દૂધ દોહી શકાય ખરું? યસ, તાજેતરમાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં ટ્રૅક્ટર દ્વારા દૂધ દોહવાનું કામ થઈ રહ્યું છે. ટ્રૅક્ટરના મશીન સાથે એક મોટો પાઇપ લગાવવામાં આવ્યો છે. એ પાઇપ ખૂબ લાંબો છે અને એના બીજા છેડે બંધ ડબ્બો છે. ડબ્બામાંથી એક પાઇપ નીકળે છે જે વૅક્યુમ જેવું કામ કરે છે અને ભેંસના બધા આંચળ પર અલગ-અલગ પાઇપ લગાવેલી છે જે ખૂબ હળવા પ્રેશર સાથે ભેંસ દોહે છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં દૂધ નીકળીને ડબ્બામાં એકઠું થઈ જાય છે. આ અજીબ જુગાડનો વિડિયો બિઝનેસમૅન આનંદ મહિન્દ્રએ શૅર કર્યો છે અને જેમણે જોયો એ સૌનાં મોં આશ્ચર્યથી પહોળાં થઈ ગયાં છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK