Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દેડકા અને ઉંદરની અનોખી દોસ્તી

દેડકા અને ઉંદરની અનોખી દોસ્તી

07 December, 2019 11:58 AM IST | Indonesia

દેડકા અને ઉંદરની અનોખી દોસ્તી

દેડકા અને ઉંદરની અનોખી દોસ્તી

દેડકા અને ઉંદરની અનોખી દોસ્તી


વન્યસૃષ્ટિમાં ક્યારેક એવી-એવી ઘટનાઓ ઘટે છે જે કુદરતના ક્રમથી વિરુદ્ધ હોય છે. ઇન્ડોનેશિયાના જકાર્તામાં ટાન્ટો યેન્સેન નામના એક ફોટોગ્રાફરે આવી જ એક ઘટનાને ફોટોમાં કેદ કરી લીધી છે. સામાન્ય રીતે દેડકાંનો મનભાવન ખોરાક નાનાં ઉંદરો અને જીવડાં હોય છે. ટાન્ટો અમસ્તો જ ફરી રહ્યો હતો ત્યારે તેણે દેડકાંની સામે એક સફેદ ઉંદર આવી પહોંચેલો જોયો. તેને લાગ્યું કે આ એન્કાઉન્ટરને તો કૅચ કરવું જ જોઈએ. તેના કૅમેરા સાબદા થઈ ગયા, પણ દેડકા અને ઉંદર વચ્ચે શિકાર અને બચાવ જેવી કોઈ અફરાતફરી થઈ જ નહીં.

આ પણ વાંચો : ઍર એશિયાએ પ્લેનમાં પીરસાતી ચીજોની રેસ્ટોરાં શરૂ કરી મલેશિયામાં



દેડકો બહુ શાંતિથી ઉંદર સામે જોતો રહ્યો અને બન્ને વચ્ચે જાણે ગહેરી દોસ્તી હોય એમ એકબીજાને ચાટીને અને સૂંઘીને બન્ને ક્યાંય સુધી રમતાં રહ્યાં. ફોટોગ્રાફરે લાગેલું કે કદાચ છેલ્લે ઉંદરનો શિકાર થઈ જશે, પણ એવું થયું નહીં.


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2019 11:58 AM IST | Indonesia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK