છોકરી છે 14 વર્ષની, પણ પાળ્યા છે છ-છ જાયન્ટ અજગર

Published: Jul 30, 2020, 07:20 IST | Gujarati Mid-day Correspondent | Indonesia

૧૪ વર્ષની ઇસ્માહ કમાલ નામની કન્યાની વાત જ અનોખી છે. તેણે અજગર પાળ્યા છે અને એ તેની સાથે ઘરમાં જ રહે છે.

પાળેલા અજગર
પાળેલા અજગર

પુખ્ત વયના લાંબા કદના અજગરને કોઈ દૂરથી પણ જુએ તો ભલભલાનાં હાજાં ગગડી જાય અને ત્યાંથી પળવારમાં કલ્ટી મારી દે. જોકે ઇન્ડોનેશિયામાં પરિસ્થિતિ જુદી છે. અહીં સાપ અને અજગર સાથે લોકો બહુ સહજતાથી ડીલ કરી લેતા હોય છે. જોકે અહીં ૧૪ વર્ષની ઇસ્માહ કમાલ નામની કન્યાની વાત જ અનોખી છે. તેણે અજગર પાળ્યા છે અને એ તેની સાથે ઘરમાં જ રહે છે. આ પાઇથનની સાઇઝ એવડી છે કે એ કોઈ પુખ્ત વયના માણસને પણ આખેઆખો ગળી જઈ શકે.

જોકે ઇસ્માહના ઘરમાં દસથી પંદર ફુટના છ-છ અજગરો પાળેલા છે.

ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલા વિડિયોમાં તે અજગર સાથે નહાતી, રમતી અને મસ્તી કરતી જોવા મળે છે. હવે તો પથારીમાં બેસીને ભણતી વખતે પણ અજગર તેમની જ આજુબાજુમાં વીંટળાયેલા રહે છે. માત્ર ઇસ્માહ જ નહીં, તેનો ભાઈ પણ અજગર સાથે રમતો જોવા મળે છે. ઇસ્માહ પાસે અજગર કઈ રીતે આવ્યા એ વિશે કોઈ ચોક્કસ જાણકારી નથી પણ તે લગભગ ચાર વર્ષની હતી ત્યારથી આ અજગર તેની સાથે જ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK