આ છે ભારતની એકમાત્ર ગોલ્ડન ટાઇગ્રેસ

Published: Jul 15, 2020, 07:02 IST | Gujarati Mid-day Correspondent | Assam

હાલમાં સોશ્યલ મીડિયામાં એક ટાઇગરની તસવીર ખૂબ વાઇરલ થઈ છે. એકદમ આછા ગોલ્ડન રંગની આ ટાઇગ્રેસ છે જે દુર્લભ ગણાતી અને ઇન્ડિયાની એકમાત્ર ટાઇગ્રેસ છે.

ગોલ્ડન રંગની ટાઇગ્રેસ
ગોલ્ડન રંગની ટાઇગ્રેસ

હાલમાં સોશ્યલ મીડિયામાં એક ટાઇગરની તસવીર ખૂબ વાઇરલ થઈ છે. એકદમ આછા ગોલ્ડન રંગની આ ટાઇગ્રેસ છે જે દુર્લભ ગણાતી અને ઇન્ડિયાની એકમાત્ર ટાઇગ્રેસ છે. કાઝીરંગા નૅશનલ પાર્કની શાન એવી ‘કાઝી૧૦૬F’ નામે ઓળખાતી આ વાઘણની તસવીર ઇન્ડિયન ફૉરેસ્ટ ઑફિસર પ્રવીણ કાસવાને ટ્વીટ કર્યો હતો. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘ભારતમાં ગોલ્ડન ટાઇગર પણ છે એ જાણો છો? ૨૧મી સદીમાં જેની નોંધ લેવાઈ હોય એવી ધરતી પરઆ પણ વાંચો : 95 વર્ષના આ દાદાએ વર્ષોથી વાળ કપાવ્યા નથીની આ એકમાત્ર બિગ કૅટ છે.’

આ પણ વાંચો : 95 વર્ષના આ દાદાએ વર્ષોથી વાળ કપાવ્યા નથી

‘ટૅબી ટાઇગર’ અથવા તો ‘સ્ટ્રૉબેરી ટાઇગર’ તરીકે ઓળખાતી આ વાઘણની આ બહુચર્ચિત તસવીર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મયૂરેશ હેન્ડરેએ લીધી છે. અને આ વાઘણ આસામના વર્લ્ડ હેરિટેજ કાઝીરંગા નૅશનલ પાર્કની શાન છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK