મેરઠમાં બનશે પ્રાણીઓ માટેનું દેશનું પહેલું વૉર મેમોરિયલ

Published: Jan 24, 2020, 07:49 IST | Meerut

દેશમાં પહેલી જ વાર વૉર મેમોરિયલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં આતંકવાદીઓ વિરુદ્ધ કરાયેલા ઑપરેશન્સ માટે જીવ આપનારાં જાનવરોનાં નામ, તેમના સર્વિસ-નંબર અને અન્ય માહિતી સાથે નોંધવામાં આવશે.

દેશનું પહેલું વૉર મેમોરિયલ
દેશનું પહેલું વૉર મેમોરિયલ

દેશમાં પહેલી જ વાર વૉર મેમોરિયલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં આતંકવાદીઓ વિરુદ્ધ કરાયેલા ઑપરેશન્સ અને કારગિલ યુદ્ધ દરમ્યાન દેશ માટે જીવ આપનારાં જાનવરોનાં નામ, તેમના સર્વિસ-નંબર અને અન્ય માહિતી સાથે નોંધવામાં આવશે. આ મેમોરિયલ ઉત્તર પ્રદેશના મેરઠમાં આવેલી રિમાઉન્ટ ઍન્ડ વેટરિનરી કોર (આરવીસી) સેન્ટ્રલ ઍન્ડ કૉલેજમાં તૈયાર કરાશે; જેમાં ૩૦૦ ડૉગ, તેમના ૩૫૦ હૅન્ડલર્સ, કેટલાક ઘોડા અને ખચ્ચરનાં નામ લખવામાં આવશે. આ કૉલેજમાં લશ્કરના જાનવરોનાં પ્રજનન, પાલન અને પ્રશિક્ષણ પર ધ્યાન આપવામાં આવે છે.

આ પણ વાંચો : સેલ્સ ટાર્ગેટ પૂરો ન થતાં ચીનમાં કર્મચારીઓને સ્ટેજ પર ઘૂંટણિયે ચાલવાની સજા

કાશ્મીર અને પૂર્વોત્તરમાં હાથ ધરાયેલા આતંકવાદ વિરોધી અભિયાનમાં આર્મી ડૉગ યુનિટ ૨૫ કરતાં વધુ ડૉગ ગુમાવી ચૂક્યું છે. હાલમાં લશ્કરમાં ૧૦૦૦ ડૉગ્સ, ૫૦૦૦ ખચ્ચર અને ૧૫૦૦ ઘોડા સેવા આપે છે. કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં મુખ્ય ભૂમિકા નિભાવનારી માનસી (લૅબ્રૅડોર પ્રજાતિની માદા ડૉગ)ને ૨૦૧૬માં લશ્કરનું સન્માન આપવામાં આવ્યું હતું. જાનવરોની યાદીમાં એનું અને એના હૅન્ડલરનું નામ સૌથી ઉપર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK