સુહાગરાત તો પછી પણ થશે, પહેલાં સોશ્યલ ​મીડિયા

Published: 11th February, 2021 07:23 IST | New Delhi

નેટિઝન્સે આ ફોટો પર ‘હોલ્ડ ઑન બેબ’ની કૅપ્શન સાથે અનેક મીમ્સ બનાવ્યાં છે જેમાં દુલ્હાને કમ્પ્યુટર પર બેસેલો જોઈને દુલ્હન મનમાં શું વિચારતી હશે કે દુલ્હાએ રાહ જોવા માટે તેની દુલ્હનને શું કારણ આપ્યું હશે એની અટકળ કરવામાં આવી છે.

દુલ્હો અને દુલ્હન
દુલ્હો અને દુલ્હન

મોબાઇલ ફોનનું વળગણ આજકાલ ખૂબ સામાન્ય થઈ ગયું છે. લોકોના હાથમાંનો મોબાઇલ એટલું બધું મહત્ત્વ ધરાવે છે કે તેઓ સ્થળકાળનું ભાન ભૂલી જઈને મોબાઇલમાં ખૂંપેલા રહે છે. સોશ્યલ મીડિયા પર એક ફોટો વાઇરલ થયો છે, જેમાં એક દુલ્હન લગ્નના જોડામાં બેડ પર બેઠી છે જ્યારે દુલ્હો લગ્નનાં જ કપડાંમાં ડેસ્ક કમ્પ્યુટર પર કંઈક કરી રહ્યો છે. દુલ્હો અને દુલ્હનના લગ્નજીવનની આ પ્રથમ રાત્રિ છે એમ આ ફોટો પરથી જાણી શકાય છે. જોકે આ ફોટો ક્યાં અને ક્યારે પાડવામાં આવ્યો એ વિશે કોઈ માહિતી નથી.

નેટિઝન્સે આ ફોટો પર ‘હોલ્ડ ઑન બેબ’ની કૅપ્શન સાથે અનેક મીમ્સ બનાવ્યાં છે જેમાં દુલ્હાને કમ્પ્યુટર પર બેસેલો જોઈને દુલ્હન મનમાં શું વિચારતી હશે કે દુલ્હાએ રાહ જોવા માટે તેની દુલ્હનને શું કારણ આપ્યું હશે એની અટકળ કરવામાં આવી છે.

જોકે લગ્ન વખતે પણ મોબાઇલ, લૅપટૉપ છૂટતાં ન હોય એવો આ કંઈ પ્રથમ કિસ્સો નથી. આ અગાઉ પણ ગયા સપ્ટેમ્બર મહિનામાં દુલ્હો પોતાના જ લગ્ન સમયે મોબાઇલ પર ફુટબૉલની વિડિયો ગેમ રમી રહ્યો હતો અને દુલ્હન તેની બાજુમાં બેસી રહી હોય એવો વિડિયો બહાર પડ્યો હતો. આ દુલ્હાએ દુલ્હનની બાજુમાં બેસીને વન કપ ગેમ, વન લીગ ગેમ રમી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK