Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અહીં બિલાડી અને શ્વાન પણ કરે છે રક્તદાન, બનાવાયા છે ખાસ બ્લડ બેંક

અહીં બિલાડી અને શ્વાન પણ કરે છે રક્તદાન, બનાવાયા છે ખાસ બ્લડ બેંક

15 October, 2019 05:47 PM IST | મુંબઈ

અહીં બિલાડી અને શ્વાન પણ કરે છે રક્તદાન, બનાવાયા છે ખાસ બ્લડ બેંક

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


કહેવાય છે કે, 'રક્તદાન મહાદાન છે'. આવું મનુષ્યની સાથે પશુઓ માટે પણ સાચું છે. જી હા, દુનિયામાં અનેક એવા દેશો પણ છે જ્યાં 'પેટ્સ બ્લડ બેંક' બનાવવામાં આવ્યા છે. આ બ્લડ બેંકમાં મોટાભાગે શ્વાન અને બિલાડીઓનું લોહી મળે છે, કારણ કે આ એવા જાનવર છે, જેને લોકો સૌથી વધુ પાળે છે. જ્યારે પણ કોઈ શ્વાન કે બિલાડી બીમાર કે ઘાયલ થઈ જાય છે અને તેમને લોહીની જરૂર પડે છે, ત્યારે આ જ બ્લડ બેંક તેમને કામ આવે  છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્વાન અને બિલાડીઓમાં પણ માણસની જેમ અલગ-અલગ પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે. શ્વાનમાં 12 પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે, જ્યારે બિલાડીઓમાં 3 પ્રકારના બ્લડ ગ્રુપ જોવા મળે છે. ઉત્તરીય અમેરિકામાં આવેલા પશુ ચિકિત્સા બ્લડ બેંકના પ્રભારી ડૉક્ટર કેસી મિલ્સના પ્રમાણે, કેલિફોર્નિયાના ડિક્સન અને ગાર્ડન ગ્રોવ શહેરોની સાથે મિશિગનના સ્ટૉકબ્રિજ, વર્જીનિયા, બ્રિસ્ટો અને મેરીલેન્ડના અન્નાપોલિસ શહેર સહિત ઉત્તરી અમેરિકાના અનેક શહેરોમાં પશુ બ્લડ બેંક છે. અહીં લોકો સમય-સમય પર પોતાના પાલતૂ જાનવરને લઈ જઈને રક્તદાન કરાવે છે.

આ પણ જુઓઃ Janki Bodiwala: છેલ્લો દિવસ ફૅમ એક્ટ્રેસની આ તસવીરો પરથી તમે નહીં હટાવી શકો નજર.



ડૉક્ટર મિલ્સે જણાવ્યું કે પશુઓના રક્તદાનની પ્રક્રિયામાં લગભગ અડધા કલાકનો સમય લાગે છે અને સૌથી ખાસ વાત કરીએ તો તેમને એનેસ્થેસિયા આપવાની જરૂર નથી પડતી. જો કે જે જગ્યાઓ પર પશુ બ્લડ બેંક નથી, ત્યાં લોકોને જાગૃત કરવા માટે લોહી અને પ્લાઝ્મા દાન કરવાનું કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. એક રિપોર્ટ પ્રમાણે, બ્રિટેન અને અમેરિકામાં લોકો પશુઓના રક્તદાન પ્રત્યે જાગૃત છે, જ્યારે બાકીની જગ્યાઓ પર હજી જાગૃતિની જરૂર છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2019 05:47 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK