Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હેલ્મેટ પહેરીને બાઇક પાછળ સવારી કરતો ચેન્નઈનો ડૉગી ફેમસ થઈ ગયો

હેલ્મેટ પહેરીને બાઇક પાછળ સવારી કરતો ચેન્નઈનો ડૉગી ફેમસ થઈ ગયો

10 January, 2020 10:55 AM IST | Chennai

હેલ્મેટ પહેરીને બાઇક પાછળ સવારી કરતો ચેન્નઈનો ડૉગી ફેમસ થઈ ગયો

હેલ્મેટ પહેરીને બાઇક પાછળ સવારી કરતો ચેન્નઈનો ડૉગી

હેલ્મેટ પહેરીને બાઇક પાછળ સવારી કરતો ચેન્નઈનો ડૉગી


બાઇકની પાછળ બેઠેલા રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત હોવી જોઈએ એવી વાતો વચ્ચે એક સવાલ એ થાય કે જો પાછળ ડૉગી બેઠો હોય તો શું? ચેન્નઈના રોડ પર ફિલ્માવાયેલો એક ડૉગીનો હેલ્મેટવાળો વિડિયો ખૂબ વાઇરલ થયો છે. ચેન્નઈના વિરુગમબક્કમ વિસ્તારમાં ફિલ્માવાયેલા આ વિડિયોમાં એક પાળેલો ડૉગી તેના માલિક સાથે બાઇક પાછળ સવાર છે. એ ડૉગીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરી હેલ્મેટ પણ પહેરી છે.

બાઇકસવારની પાછળની સીટ પર હેલ્મેટ પહેરીને બેઠેલા ડૉગીની જીભ રાબેતા મુજબ બહાર જ છે, પણ તે બે પગે ઘોડો કરીને પાછળની સીટ પર બૅલૅન્સ કરીને બેઠો છે અને આગલા પગના પંજા તેના માલિકના ખભા પર ટેકવીને બાઇકની સવારીનો આનંદ માણી રહ્યો છે. મંગળવારે પોસ્ટ કરાયેલા આ વિડિયોને અત્યાર સુધીમાં ૫૯,૦૦૦ વાર જોવાયો છે અને એને ૪૫૦૦ લાઇક્સ મળી છે.



આ પણ વાંચો : જપાનનો આ અબજોપતિ બિઝનેસમૅન તેના 1000 ફૉલોઅર્સમાં 64 કરોડ રૂપિયા વહેંચશે


બાઇક પર સવાર ડૉગીને જોઈને અનેક લોકો એની સરાહના કરી રહ્યા છે તો કેટલાકે ડૉગી માટે બાઇકસવારી જોખમી હોવાનું જણાવીને ચિંતા વ્યક્ત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2020 10:55 AM IST | Chennai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK