કાશ્મીરની હાઉસબોટ્સને ભુલાવે એવી તરતી વસાહત છે ઍમ્સ્ટરડૅમના તળાવમાં
હાઉસબોટ્સ
ઍમ્સ્ટરડૅમના એઇમર તળાવમાં અનોખો માહોલ છે. એ તળાવમાં પાણી પર તરતાં ઘર છે. કાશ્મીરની હાઉસબોટ્સની સરખામણીમાં વધારે સારાં ઘર છે. ડચ ભાષામાં ‘વૉટરબર્ટ’ એટલે કે ‘જળનિવાસ’ નામે ઓળખાતાં લગભગ ૧૦૦ જેટલાં એ ઘરોમાં ઘણા સ્થાનિક લોકો રહે છે. જેટી પાસે સ્ટીલના થાંભલા જોડે બાંધી રાખેલાં એ ઘર અને વસાહતની ડિઝાઇન ડચ આર્કિટેક્ટ માર્લિસ રોહમેરે બનાવી છે.
ADVERTISEMENT
૬૫ કિલોમીટર દૂરના જહાજવાડામાં બાંધેલાં ઘર નહેરમાં એઇમેર સરોવર સુધી મોકલવામાં આવ્યાં હતાં. આ જળવસાહતનું કામ હજી પૂરું થયું નથી. હજી ઘણાં તરતાં ઘર ખાલી છે. નેધરલૅન્ડ્સની બે તૃતીયાંશ વસ્તી દરિયાની સપાટીથી નીચેનાં ક્ષેત્રોમાં વસવાટ કરે છે. તેમના પર પીગળતી હિમશિલાઓનો જળપ્રવાહ ધસી આવવાનો ભય તોળાઈ રહ્યો હોવાથી મોટા ભાગના લોકો પાણી પર તરતાં ઘરમાં વસવાટને વધારે સલામત માને છે.