Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એન્ટાર્કટિકામાં બરફની નીચે 10 મિનિટ તરનારો પહેલો નરબંકો છે આ ઍથ્લીટ

એન્ટાર્કટિકામાં બરફની નીચે 10 મિનિટ તરનારો પહેલો નરબંકો છે આ ઍથ્લીટ

28 January, 2020 07:21 AM IST |

એન્ટાર્કટિકામાં બરફની નીચે 10 મિનિટ તરનારો પહેલો નરબંકો છે આ ઍથ્લીટ

ઍથ્લીટ

ઍથ્લીટ


બ્રિટનના લેવિસ પઘ એન્ટાર્કટિકના સુપ્રા સરોવરમાં 2.2 ચોરસ મીટરના વિસ્તારમાં આઇસ શીટની નીચે તરનારા વિશ્વના પ્રથમ ઍથ્લીટ બન્યા છે. તેઓએ સેફ ગાર્ડની હાજરીમાં આ સાહસ કર્યું હતું. જોકે તેમણે કહ્યું હતું કે રેકૉર્ડ બનાવવા માટે નહીં, પરંતુ જળવાયું પરિવર્તન પ્રત્યે લોકોનું ધ્યાન દોરવા તેઓએ આઇશ શીટની નીચે તરવાનું સાહસ કર્યું હતું. તેઓ આ રીતે લોકોને જણાવવા માગતા હતા કે આ વિસ્તારના ગ્લેશિયર તેજીથી પીગળી રહ્યા છે. પર્યાવરણ ઘણા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ માટે તત્કાળ પગલાં લેવાં પડશે અન્યથા ઘણું મોડું થઈ જશે.

આઇસ શીટ નીચે તરવાનું લેવિસ પઘનું આ પહેલું સાહસ છે. હવે તેઓ સુપ્રા ગ્લેશિયલ સરોવરને પાર કરનારા પહેલા વ્યક્તિ બનવા માગે છે. ડરહૅમ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ પૂર્વીય એન્ટાર્કટિકામાં બરફની ચાદર પીગળીને તૈયાર થયેલાં ૬૫,૦૦૦ સુપ્રા ગ્લેશિયલ સરોવર છે. ઇન્સ્ટાગ્રામ પર તેમણે પોતાના આ સાહસના અનુભવો અપલૉડ કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

28 January, 2020 07:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK