સોનાના વરખમાં લપેટેલી સૅન્ડવિચ ખાવી હોય તો ઢીલા કરો ૨૫,૦૦૦ રૂપિયા

Published: 22nd February, 2021 08:35 IST | Gujarati Mid-day Correspondent | London

૨૫,૦૦૦ રૂપિયાની સૅન્ડવિચમાં જાતજાતની માંસાહારી ચીજો હોય છે

સોનાના વરખમાં લપેટેલી સૅન્ડવિચ
સોનાના વરખમાં લપેટેલી સૅન્ડવિચ

પશ્ચિમના દેશોમાં જાણીતી સેલિબ્રિટીઝના પર્સનલ શેફ રહી ચૂકેલા ઍન્દ્રે ઝાગાટીએ પખવાડિયા પૂર્વે લંડનના ન્યુ ચેલ્સિયામાં ‘મિસ્ટર ઝેડ લક્ઝરી સૅન્ડવિચિઝ’ નામે બિઝનેસ શરૂ કર્યો છે. તેઓ ૨૫ પાઉન્ડ્સ (અંદાજે ૨૫૦૦ રૂપિયા)થી ૨૫૦ પાઉન્ડ્સ (અંદાજે ૨૫,૦૦૦ રૂપિયા)માં મોંઘી સૅન્ડવિચ વેચે છે. હાલમાં દિવસમાં તેમની ત્રીસેક સૅન્ડવિચ વેચાય છે. ૨૫,૦૦૦ રૂપિયાની સૅન્ડવિચમાં જાતજાતની માંસાહારી ચીજો હોય છે. આ ચીજોને કોબી રાઇસ વિનેગરમાં મેરિનેટ કરીને બ્રેડની વચ્ચે ભરવામાં આવે છે. જોકે એની કિંમત અધધધ હોવાનું કારણ એમાંનું ખાસ ઇન્ગ્રિડિયન્ટ છે. એ છે  ૨૪ કૅરેટ સોનાનો વરખ. જો તમને સોનાની આવડી મોંઘી સૅન્ડવિચ ન પોસાય તો ઍન્દ્રે ઝાગાટીએ ૩૫ પાઉન્ડ (અંદાજે ૩,૫૦૦ રૂપિયા) અને ૫૦ પાઉન્ડ (અંદાજે ૫૦૦૦ રૂપિયા) સહિત જુદી-જુદી કિંમત ધરાવતી અનેક વરાઇટીની સૅન્ડવિચ પણ તૈયાર કરી છે. અલબત્ત, આ બધી જ નૉન-વેજિટેરિયન છે.  બાકી, સોનાના વરખવાળી સૅન્ડવિચનું કુતૂહલ લોકોને ઍન્દ્રે પાસે ખેંચી લાવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK