લો બોલો! બર્ગરમાંથી બનાવ્યો આઇસક્રીમ

Published: 24th February, 2021 07:27 IST | Mumbai

બર્ગરપ્રેમીઓને આ દૃશ્યો કદાચ નહીં ગમે, પરંતુ ઇન્ટરનેટ પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં બર્ગરનો માવો બનાવીને એમાંથી આઇસક્રીમ રોલ બનાવાયો છે.

બર્ગરમાંથી આઇસક્રીમ
બર્ગરમાંથી આઇસક્રીમ

બર્ગરપ્રેમીઓને આ દૃશ્યો કદાચ નહીં ગમે, પરંતુ ઇન્ટરનેટ પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં બર્ગરનો માવો બનાવીને એમાંથી આઇસક્રીમ રોલ બનાવાયો છે. દર્શન પાઠક નામના યુઝરના ટ્વિટર-હૅન્ડલ પરથી શૅર થયેલા વિડિયોને ૨૫૦થી વધુ લાઇક મળી છે તેમ જ એની સંખ્યા વધતી જ જાય છે. ૧.૫૮ મિનિટના આ વિડિયોમાં મૅક્‍ડોનલ્ડ્સના ચિકન બર્ગરને પહેલાં સ્મેશ કરવામાં આવે છે. પછી એમાં માવો ઉમેરવામાં આવે છે અને આખરે દૂધ અને ક્રીમ ઉમેરીને એને આઇસક્રીમ રોલનો આકાર આપવામાં આવે છે તેમ જ એક પેપરકપમાં એને પીરસવામાં આવે છે. ઘણાને આ આઇડિયા પસંદ આવ્યો છે તો અન્યોએ એને નાપસંદ કર્યો છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK