ભૂખથી તડપતો સાપ પોતાનો જ ગળી ગયો

Published: Aug 15, 2019, 10:12 IST

સોશ્યલ મીડિયામાં એક અવિશ્વસનીય વિડિયો ફરી રહ્યો છે. એમાં એક ભૂખ્યો સાપ પોતાના જ અડધા શરીરને ગળી ગાય છે.

ભૂખથી તડપતો સાપ પોતાનો જ ગળી ગયો
ભૂખથી તડપતો સાપ પોતાનો જ ગળી ગયો

સોશ્યલ મીડિયામાં એક અવિશ્વસનીય વિડિયો ફરી રહ્યો છે. એમાં એક ભૂખ્યો સાપ પોતાના જ અડધા શરીરને ગળી ગાય છે. કહેવાય છે કે રૅપ્ટાઇલ સેન્ક્ચુરીમાં આ સાપ ભૂખથી તડપી રહ્યો હતો અને જ્યારે તેનાથી ભૂખ સહન ન થઈ ત્યારે તેણે પોતાની જ પૂંછ ગળવાનું શરૂ કરી દીધું. ફરગૉટન ફ્રૅન્ડ રૅપ્ટાઇલ સેન્ક્ચુરીએ ફેસબુક પર આ વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તે ધીમે-ધીમે કરતાં પૂંછડીથી લઈને અડધું શરીર ગળી જાય છે. આ પેજ પર જેસ રોથહૅકર નામના સાપનિષ્ણાત લખે છે જ્યારે સાપ ભૂખ્યા હોય ત્યારે બીજા સાપને પણ ખાઈ લે છે અને જ્યારે એ પણ ન મળે તો પોતાને ગળી જાય છે. મોટા ભાગે ભૂખ લાગી હોય ત્યારે સાપ પોતાની પૂંછડી જોઈને એમ સમજે છે કે આ કોઈ બીજો સાપ છે. જોકે તે કદી પોતાની જાતે પૂરેપૂરો ગળી નથી શકતો.

આ પણ વાંચો : દવા માટે 30 રૂપિયા માગતા પતિએ પત્નીને તલાક આપી દીધા

અધવચ્ચે જ તેને ખબર પડી જાય છે કે તે પોતે પોતાનું જ શરીર ગળી રહ્યો છે. અલબત્ત, ટીમ મેમ્બરે સાપનો જીવ બચાવી લીધો હતો. તેણે સાપનું નાક દબાવી દેતાં શ્વાસ લેવામાં ગભરામણ થવા લાગી અને એટલે મોંમાં રહેલી પોતાની પૂંછડી બહાર કાઢી નાખી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK