હાઇવે પર વિખેરાયેલા પડેલા માસ્કથી થયો ટ્રાફિક જૅમ
ટ્રાફિક જૅમ
કોરોના વાઇરસની મહામારીમાં ફેસ-માસ્ક પહેરવા અત્યંત જરૂરી છે એ બધા જાણે છે, પરંતુ કૅલિફૉર્નિયામાં કાંઈક એવું દૃશ્ય જોવા મળ્યું કે આશ્ચર્યચકિત થઈ જવાય.
હાલમાં જ કૅલિફૉર્નયામાં હાઇવે પર સેંકડો ફેસ-માસ્ક વિખેરાયેલા પડ્યા હતા જેને કારણે રસ્તા પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કોઈ ટ્રકની મદદથી આ માસ્ક અહીં ફેંકવામાં આવ્યા હતા. સફેદ ટ્રકમાં એક વ્યક્તિ આ ફેસ-માસ્ક અહીં ફેંકતો જોવા મળ્યો હતો. જોકે આની કોઈ અધિકારિક પુષ્ટિ થઈ નથી. કૅલિફૉર્નિયા હાઇવે પૅટ્રોલે પોતાના ફેસબુક-પેજ પર હાઇવે પર વિખેરાયેલા પડેલા માસ્કનો ફોટો શૅર કર્યો છે. હાઇવે પર વિખેરાયેલા પડેલા માસ્કને સમેટવામાં લગભગ એકાદ કલાક લાગ્યો હતો. હાઇવે સંપૂર્ણપણે સાફ થયા બાદ જ ટ્રાફિક શરૂ થયો હતો.