Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જરા કહેશો, આ બેમાંથી મા કોણ અને દીકરી કોણ?

જરા કહેશો, આ બેમાંથી મા કોણ અને દીકરી કોણ?

18 February, 2020 07:55 AM IST | California

જરા કહેશો, આ બેમાંથી મા કોણ અને દીકરી કોણ?

ઓળખો, આ બેમાંથી મા કોણ અને દીકરી કોણ?

ઓળખો, આ બેમાંથી મા કોણ અને દીકરી કોણ?


કૅલિફૉર્નિયામાં રહેતી આ મા-દીકરીની જોડીમાં ઘણી વખત લોકો થાપ ખાઈ જાય છે. યુવાન દેખાતી ૪૩ વર્ષની જોલિન ડિયાઝનું કહેવું છે કે ઘણી વખત લોકો મને ૧૯ વર્ષની મારી દીકરીની બહેન માની લે છે. જોલિનની દીકરી મેલાની પાર્ક્સ પણ હવે આ સરખામણીથી ટેવાઈ ગઈ છે. બન્ને મા-દીકરી વચ્ચેનો સ્નેહ અતૂટ હોવા છતાં મમ્મી જોલિને તેમના સંબંધમાં મર્યાદાની એક રેખા ખેંચી રાખી છે. તેઓ બન્ને ક્યારેય કોઈ પાર્ટીમાં એકસાથે નથી જતાં અને ભવિષ્યમાં પણ નહીં જવાની તકેદારી રાખવા માગે છે.
વ્યવસાયે શિક્ષિકા જોલિન કહે છે કે ‘નાની વયે માતૃત્વ મેળવ્યું હોવાથી તેમ જ ત્વચાની વિશેષ કાળજી રાખવાને કારણ મારા ચહેરા પર ઉંમરનો ભાર જણાતો નથી. હું યુવાનવયથી જ સ્કિન કૅર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી આવી છું. કોઈ પણ મોસમ હોય, હું સનસ્ક્રીન લગાવ્યા વિના ઘરની બહાર પગ મૂકતી નથી. ‍સૌથી મહત્વનું એ કે હું ભાગ્યે જ શરાબ પીઉં છું અને ખૂબબધો આરામ કરે છું તથા સંતુલિત આહાર લઉં છું.’


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2020 07:55 AM IST | California

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK