મુસ્લિમ યુવકની જાન આવી શકે એ માટે હિન્દુઓએ બનાવી માનવસાંકળ

Published: Dec 28, 2019, 10:21 IST | Kanpur

કાનપુરના બાકરગંજમાં ૨૧મી ડિસેમ્બરે હિન્દુ-મુસ્લિમો વચ્ચેની તણાવભરી સ્થિતિને કારણે કરફ્યુ લાગેલો હતો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કાનપુરના બાકરગંજમાં ૨૧મી ડિસેમ્બરે હિન્દુ-મુસ્લિમો વચ્ચેની તણાવભરી સ્થિતિને કારણે કરફ્યુ લાગેલો હતો. એ દિવસે ગામમાં રહેતા ખાન પરિવારની ઝીનત નામની દીકરીનાં નિકાહ પ્રતાપગઢના હસૈનન ફારુકી સાથે થવાનાં હતાં. જોકે ગામમાં પ્રસરેલી તંગદિલીને કારણે ખાન પરિવાર નિકાહ મોકૂફ રાખવાનું વિચારી રહ્યો હતો. એ સમયે બાકરગંજમાં રહેતા વિમલ ચપડિયા તેમના બે દોસ્તોની સાથે ઝીનતના ઘરે ગયા અને ફોન કરીને તેના મંગેતર હસૈનનને બારાત લઈને આવવા કહ્યું. પ્રતાપગઢથી સિત્તેર લોકોને બારાતમાં લઈને દુલ્હો ગામના દરવાજે પહોંચ્યો એ પછી વિમલ, તેના દોસ્તો અને તેમણે ભેગા કરેલા ૫૦ જણે માનવસાંકળ બનાવીને આખીય બારાતને સુરક્ષિત રીતે ૧ કિલોમીટર દૂર દુલ્હનના ઘરે પહોંચાડી હતી. નિકાહ થયા અને દુલ્હનને સાસરે વળાવાઈ ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યા જેથી બીજી કોઈ તકલીફ ન થાય. સ્થાનિકોમાં હિન્દુ-મુસ્લિમ સૌહાર્દની આ અનોખી ઘટનાની ખાસ્સી ચર્ચા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK