એક તપેલામાં પાંચ કલાકની મહેનતે બનાવવામાં આવી રેકૉર્ડબ્રેક 1995 કિલો ખીચડી

Published: Jan 16, 2020, 09:36 IST | Himachal Pradesh

હિમાચલ પ્રદશના મંડી જિલ્લાના તત્તાપાનીમાં મકર સંક્રાન્તિ નિમિત્તે એક મોટા વાસણમાં ૧૯૯૫ કિલો ખીચડી બનાવવાનો નવો વિશ્વવિક્રમ સ્થપેયો હતો.

1995 કિલો ખીચડી
1995 કિલો ખીચડી

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના તત્તાપાનીમાં મકર સંક્રાન્તિ નિમિત્તે એક મોટા વાસણમાં ૧૯૯૫ કિલો ખીચડી બનાવવાનો નવો વિશ્વવિક્રમ સ્થપેયો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના પ્રતિનિધિ આ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા અને તેમની સામે ખીચડીનું વજન કરવામાં આવ્યું હતું અને તેમના જ હસ્તે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનું સર્ટિફિકેટ પણ અપાયું હતું. 

૨૫ શેફે મળીને ૪૦૫ કિલો ચોખા, ૧૯૦ કિલો દાળ, ૯૦ કિલો ઘી, ૫૫ કિલો મસાલા અને ૧૧૦૦ લિટર પાણીનો ઉપયોગ કરીને ખીચડી રાંધી હતી. જે વાસણનો ઉપયોગ થયેલો એનો પરિઘ ૭ x ૪ ફીટનો હતો અને વજન હતું ૬૫૦ કિલો. વાચીફ શેફ એન. એલ. શર્માએ કહ્યું હતું કે તત્તાપાનીના પ્રવાસન વિભાગ તરફથી ટૂરિઝમને પ્રમોટ કરવા માટે મકરસંક્રાન્તિમાં ખીચડી બનાવવાનો પ્રયોગ થયેલો. ૧૯૯૫ કિલો ખીચડી તૈયાર કરીને નવો વિશ્વવિક્રમ સ્થાપિત થયો હતો.

આ પણ વાંચો : સાપ જેમ કાંચળી ઉતારે એમ દસ વર્ષના છોકરાની ત્વચા અવારનવાર ખરી પડે છે

મકરસંક્રાન્તિના તહેવાર નિમિત્તે સેંકડો લોકોએ ગરમ પાણીના ઝરણામાં સ્નાન કરીને લગભગ ૨૫,૦૦૦ જેટલા લોકોએ ખીચડીનો પ્રસાદ લીધો હતો. આ અગાઉ ૯૧૮.૮ કિલો ખીચડી બનાવવાનો રેકોર્ડ હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK