જસ્ટ આઠ ફુટ લાંબી અને ૩૯ ઇંચ પહોળી બેબીકાર જોઈ છે?

Published: Nov 03, 2019, 09:12 IST | મુંબઈ

લિથિયમ બૅટરી પર ચાલતી આ કારના ચારેય પૈડાં પર એક મળી કુલ ચાર મોટર બેસાડવામાં આવી છે, જેને કારણે માત્ર ૩.૨ સેકન્ડમાં આ કાર ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે

જુઓ આ બેબી કારને....
જુઓ આ બેબી કારને....

આજકાલ જાયન્ટ કદની કાર રસ્તા પર વધુ જગ્યા રોકીને ટ્રાફિકમાં વધારો કરી રહી છે એવું માનતા રિક વુડબરી નામના ભાઈએ એકદમ ટચૂકડી કાર તૈયાર કરી છે. રિકનું માનવું છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ જ કારમાં બેસીને સફર કરી રહી હોય ત્યારે મસમોટી કારને કારણે ટ્રાફિક વગરકારણે વધી જાય છે એટલે તેમણે રેગ્યુલર કદની કાર કરતાં લગભગ અડધા કદની કાર બનાવી છે જેને નામ આપ્યું છે ટૅન્ગો. સાઇઝ પણ છે નાનકડી. લંબાઈ માત્ર સાડાઆઠ ફુટ અને ૩૯ ઇંચ પહોળી ટૅન્ગો કાર દેખાવમાં એટલીબધી નાની છે કે એક સામાન્ય કારની જગ્યામાં આવી ૪ કાર પાર્ક કરી શકાય છે.
લિથિયમ બૅટરી પર ચાલતી આ કારના ચારેય પૈડાં પર એક મળી કુલ ચાર મોટર બેસાડવામાં આવી છે, જેને કારણે માત્ર ૩.૨ સેકન્ડમાં આ કાર ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે. કાર્બન ફાઇબરની બનાવાયેલી આ કારનું વજન માત્ર ૩૦૫૭ પાઉન્ડ છે અને કલાકના મહત્તમ ૧૫૦ મીટરની સ્પીડ પર દોડી શકે છે.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

ભલે એ દેખાવમાં ટચૂકડી છે પણ ભાવ તોતિંગ છે. આ કારની વેચાણકિંમત ૧૦૮,૦૦૦ ડૉલર એટલે કે અંદાજે ૭૬ લાખ રૂપિયા છે. હાલમાં આવી માત્ર ૨૧ જ કાર બનાવવામાં આવી છે, જેમાંની એક અમેરિકન ઍક્ટર જ્યૉર્જ ક્લૂની પાસે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK