Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ ભાઈ પુરવાર કરવા માગે છે કે સ્કર્ટ અને હાઇ-હીલ્સમા પુરુષો પણ સારા લાગે

આ ભાઈ પુરવાર કરવા માગે છે કે સ્કર્ટ અને હાઇ-હીલ્સમા પુરુષો પણ સારા લાગે

14 October, 2020 07:51 AM IST | America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ભાઈ પુરવાર કરવા માગે છે કે સ્કર્ટ અને હાઇ-હીલ્સમા પુરુષો પણ સારા લાગે

 સ્કર્ટ અને હાઇ-હીલ્સમાં પુરુષો

સ્કર્ટ અને હાઇ-હીલ્સમાં પુરુષો


ફૅશન જગતમાં ચિત્રવિચિત્ર ટ્રેન્ડ શરૂ કરવા માટે જાણીતી ઇટાલિયન હાઈએન્ડ બ્રૅન્ડ ગુચીએ થોડાક સમય પહેલાં યુનિસેક્સ કપડાં અને ફૂટવેઅર લૉન્ચ કરી હતી. એ પછી તો ફૅશનનિસ્ટોમાં આ વિશે સારીએવી ચર્ચા જાગી હતી. મોટા ભાગના લોકોનું માનવું હતું કે સ્ત્રીઓનાં કપડાં કદી યુનિસેક્સ હોઈ જ ન શકે. કોઈ પુરુષ સ્કર્ટ પહેરે કે લેડીઝ શૂઝ પહેરે એ તો કેવું લાગે? કોઈ આવાં યુનિસેક્સ કપડાં પહેરશે જ નહીં એવું લાગી રહ્યું હતું, પરંતુ માર્ક બ્રાયન નામના એક હિંમતબાજે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ ભાઈએ સ્કર્ટ અને હાઇ-હીલ્સ પહેરીને પોતાના એટલાબધા ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફૉર્મ્સ પર મૂક્યા છે કે લોકો નવાઈ પામ્યા છે. ઘણા પુરુષોનું તો કહેવું છે કે માર્ક તો સ્ત્રીઓ કરતાં પણ વધુ ઇમ્પ્રેસિવ રીતે સ્કર્ટ અને હાઈ હીલ્સ કૅરી શકે છે. માર્કના ફોટો ફેસબુક પર જબરા વાઇરલ થય છે અને લોકો તેને તેના નામથી નહીં પણ યુરોપિયન અંકલ તરીકે બોલાવે છે.

નવી સ્ટાઇલિંગને કારણે માર્કભાઈને ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સમાં પણ રાતોરાત ઉછાળ આવ્યો છે. જોકે આ તસવીરો જોઈને સવાલ એ થાય કે ખરેખર માર્ક આવાં કપડાં પહેરીને ઑફિસે કે પાર્ટીઓમાં જાય છે ખરો? આ બાબતે સોશ્યલ મીડિયામાં કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, પણ છેલ્લા કેટલાય દિવસથી રોજેરોજ માર્કના સ્કર્ટ અને હીલ્સના ફોટા જોવાની ઇન્તેજારી તેના ફૉલોઅર્સમાં ઘણી વધી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2020 07:51 AM IST | America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK