ફોર-વ્હીલર ચાલકને મળ્યા 111 ઈ-મેમો, એક પણ ભરપાઈ નહીં

Published: Oct 18, 2019, 10:53 IST | ગુજરાત

ગુજરાતમાં નવા ટ્રાફિકના નિયમને લઈને દરરોજ નવી-નવી ઝુંબેશ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં નવા ટ્રાફિકના નિયમને લઈને દરરોજ નવી-નવી ઝુંબેશ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ ટ્રાફિક-પોલીસ મોડે-મોડે ઈ-ચલણના દંડની વસૂલાત કરવા માટે જાગી છે. ટ્રાફિક-પોલીસે પાંચ કરતાં વધુ ઈ-ચલણના દંડની ભરપાઈ ન કરનારા ૧૪૦૦ લોકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. ટ્રાફિક-પોલીસ દ્વારા એક રિકવરી ટીમ બનાવવામાં આવી છે જે લોકોના બાકી ઈ-મેમો લેવાનું કામ કરશે. આ અભિયાન હેઠળ જે વ્યક્તિઓનો દંડ ભરવાનો બાકી હશે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અભિયાન હેઠળ કોઈ પણ વ્યક્તિને ૧૦ દિવસનો દંડ ભરવાનો સમય આપવામાં આવશે અને જો દંડની રકમ નહીં ભરવામાં આવે તો લાઇસન્સ અને આર.સી. કૅન્સલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ બધી વાતો વચ્ચે એક આશ્ચર્યજનક કહી શકાય એવા અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદમાં એક ફોર-વ્હીલર ચાલકને ૧૧૧ ઈ-મેમો આપવામાં આવ્યા છે જે તેણે હજી સુધી એકેય ભર્યા નથી. તેના એકલા માત્ર પાસેથી ૩૮ હજારનો ઈ-મેમોનો દંડ વસૂલવાનો બાકી છે. આ સિવાય અન્ય એક માણસ એવો છે જેના ૧૦૯ મેમો ભરવાના બાકી છે. આ સિવાય ૧૦૦ મેમો ભરવાના બાકી હોય તેવા ૬૫ માણસો છે. ૩૦૦ એવા વાહનચાલકો છે જેમના નામે ૫૦ ઈ-મેમો બોલે છે જેમણે ભર્યા નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK